મનુષ્યનાં મગજમાં ચિપ ફીટ કરાઈ, માત્ર વિચારોથી લેપટોપમાં વીડિયો ગેમ ચેસ રમી, જુઓ વાયરલ વીડિયો

elon-musk-neuralink

ગરદનથી નીચેનુ આખુ શરીર પેરેલાઈઝ હતું તેવા વ્યક્તિનાં મગજમાં Elon Muskની કંપની ન્યુરાલિંકે ચિપ ઈમ્પ્લાન્ટ કરી, હવે તમે વિચારશો તેવું કામ કરશે કોમ્પ્યુટર, એલોન મસ્કની કંપનીને મળી મોટી સફળતા

ટેસ્લાનાં માલિક એલોન મસ્કની કંપની ન્યુરાલિંકને નવી અને મોટી સફળતા મળી છે. ન્યૂરાલિંકે એક વ્યક્તિના મગજમાં સફળતાપૂર્વક ચિપ ફિટ કરી છે. ન્યુરાલિંકે સોશિયલ મીડિયા સાઈટ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જે વીડિયોને એલોન મસ્કે પણ શેર કર્યો છે. જેમાં તે વ્યક્તિ માત્ર વિચાર કરીને લેપટોપમાં વીડિયો ગેમ ચેસ રમતો જોવા મળે છે.

29 વર્ષનો વ્યક્તિ નોલેન્ડ અબોગ, જેના મગજમાં ચિપ ઈમ્પ્લાન્ટ કરવામાં આવી છે. આ વ્યક્તિને ક્વોડ્રપ્લીજિક નામની બીમારી છે જેના તેના કારણે ગરદનથી નીચેનું તેનુ આખુ શરીર લકવાગ્રસ્ત (પેરાલાઈઝ) થઈ ગયુ છે. એલન મસ્ક દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ માત્ર પોતાનાં મનથી વીડિયો ગેમ અને ચેસ રમી રહ્યો છે. તે વ્યક્તિ હાથનો ઉપયોગ કર્યા વગર માત્ર મગજથી વિચારીને લેપટોપ ઓપરેટ કરી રહ્યો છે.

એલન મસ્કની કંપની ન્યુરાલિંકે આ વીડિયોને પોતાના X પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો હતો, ત્યારબાદ એલન મસ્ક દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્ચો છે. મસ્ક દ્વારા શેર કરાયેલા વીડિયોમાં નોલેન્ડ એબૉગે જણાવ્યું હતું કે, ‘મેં તે ગેમ રમવાનું બંધ કરી દીધું છે. પરંતુ હવે હું તેને ફરીથી રમવા માટે સક્ષમ છું.’

પોતાની ઈજા વિશે માહિતી આપતા નોલેન્ડે વિડિયોમાં જણાવ્યું હતું કે, “લગભગ 8 વર્ષ પહેલાં હું ડાઇવિંગ અકસ્માતમાં હતો અને મારી C4 અને C5 ડિસલોક થઈ ગઈ હતી, તેથી હું સંપૂર્ણપણે ક્વાડ્રિપ્લેજિક છું. ખભાથી નીચે લકવાગ્રસ્ત થઈ ગયો હતો અને મને કોઈ લાગણી કે હલનચલન મારા ખભા નીચે નથી થતું. “

ન્યુરાલિંકે જાન્યુઆરીમાં સર્જરી દ્વારા માનવ મગજમાં ચિપ ઈમ્પ્લાન્ટ કરવામાં સફળતા મેળવી હતી. આ ડિવાઇસનું કદ નાના સિક્કા જેટલું છે, જે માનવમગજ અને કોમ્પ્યુટર વચ્ચે સીધી સંચાર ચેનલ બનાવે છે. જો તેનું માનવીય પરીક્ષણ સંપૂર્ણપણે સફળ થાય છે, તો અંધ લોકો ચિપ દ્વારા જોઈ શકશે. લકવાગ્રસ્ત દર્દીઓ ચાલવા અને કોમ્પ્યુટર ઓપરેટ કરી શકશે. કંપનીએ આ ચિપને ‘લિંક’ નામ આપ્યું છે.

સપ્ટેમ્બર 2023માં ન્યુરાલિંકને તેના પ્રથમ માનવ પ્રયોગ માટે ઇન્ડીપેન્ડન્ટ ઇન્સ્ટિટ્યૂશનલ રિવ્યૂ બોર્ડ તરફથી રિક્રૂટમેન્ટ ની મંજૂરી મળી હતી.

એલોન મસ્કે જે ટેક્નોલોજી દ્વારા ચિપ બનાવી છે તેને બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ અથવા ટૂંકમાં BCIs કહેવામાં આવે છે. બીજી ઘણી કંપનીઓ પણ વર્ષોથી આના પર કામ કરી રહી છે.