ભાજપમાં ભરતી મેળો યથાવતઃ કોંગ્રેસના જે.બી.પટેલ, રામ ભરવાડ સહિત આપના નેતાઓએ કેસરીયો કર્યો

bjp-mandal

અમદાવાદ ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા

અમદાવાદના ખાનપુરમાં ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરીયો ધારણ કર્યો.
આ પ્રસંગે માંડલ વિધાનસભાનાં પૂર્વ મહામંત્રી તેમજ પ્રદેશ કોંગ્રેસ જયંતીભાઈ બી પટેલ, રામભાઈ ભરવાડ, અમદાવાદ કોંગ્રેસ વિજયભાઈ આચાર્ય, પૂર્વ પ્રમુખ સરખેજ વોર્ડ કોંગ્રેસ રમેશભાઈ ઉર્ફે ગુલાબભાઇ ભરવાડ, આમ આદમી પાર્ટીના નારણપુરા વિધાનસભાના ઉમેદવાર પંકજભાઈ પટેલ, નવા વાડજ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર અમીબેન શાહ, રાજપૂત સમાજના આગેવાન ડૉ.હરિસિંહ બળદેવસિંહ ચૌહાણ, જમાલપુર-ખાડિયાના લિયાકતભાઈ ઘોરીના પૌત્ર અમીક મહેબૂબ ઘોરી મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.

આ પ્રસંગે તે દરેક લોકોએ એક સુરમાં જણાવ્યું કે કલમ ૩૭૦ની નાબુદી અને રામ મંદિરમાં રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા તથા સમગ્ર વિશ્વમાં ભારતની છબી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના કાર્યકાળમાં વધી છે અને વિકાસના જે કામો થયા છે તેનાથી પ્રેરાઈને કોઈ પણ આશા- અપેક્ષા વગર ભાજપમાં જોડાવા પ્રેરાયા છીએ. ભાજપ પાર્ટી જે પણ કામગીરી સોંપશે તે નિષ્ઠાપૂર્વક પરિપૂર્ણ કરીશું.

આ પ્રસંગે મહામંત્રી અને ધારાસભ્ય જીતુભાઇ પટેલ, ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, અમિતભાઇ ઠાકર, મહામંત્રી ભૂષણભાઈ ભટ્ટ, પરેશભાઈ લાખાણી, સામાજિક અગ્રણી કમલેશભાઈ ત્રિપાઠી તેમજ કાર્યકર્તાઓએ તમામ આગેવાનોને ભાજપમાં આવકાર્યા હતા.