Lok Sabha Elections 2024: ભાજપે 72 ઉમેદવારોનાં નામની બીજી યાદી જાહેર કરી, ગુજરાતનાં 7 ઉમેદવાર જાહેર, અત્યાર સુધી 267 ઉમેદવારોની જાહેરાત

bjp-secondlist

મનોહર લાલ ખટ્ટર કરનાલથી તો નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે

આગામી કેટલાંક દિવસમાં ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખની જાહેર કરી શકે છે. તેવામાં લોકસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી આજે જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 72 ઉમેદવારોનાં નામ છે. ભાજપે બીજી યાદીમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા, ત્રિપુરા, ઉત્તરાખંડના ઉમેદવારો જાહેર કર્યાં છે.

ભાજપે બીજી યાદીમાં 10 રાજ્યોની 72 સીટ પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતમાંથી 7, દિલ્હીમાંથી 2, હરિયાણાના 6, હિમાચલ પ્રદેશના 2, કર્ણાટકમાં 20, મધ્યપ્રદેશના 5, ઉત્તરાખંડના 5, મહારાષ્ટ્રના 20, તેલંગાનાન 6 અને ત્રિપુરાનાં 1 નામ જાહેર કરેલ છે. આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે. હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને કરનાલથી, તો નાગપુરથી નીતિન ગડકરીને ટિકિટ આપવામા આવી છે. અનુરાગ ઠાકુરને હમીરપુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રાવ ઈન્દ્રજીત સિંહ ગુરુગ્રામથી અને કંવરપાલ ગુર્જર ફરીદાબાદથી ચૂંટણી લડશે. અહીંથી કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જરની ટિકિટ કાપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને ઉત્તર મુંબઈથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.આ સિવાય હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી અને યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડવાની ટિકિટ મળી છે.

ભાજપે જાહેર કરેલી પહેલી યાદીમાં નીતિન ગડકરીનું નામ ન હતું. પરંતુ હવે બીજી યાદીમાં નીતિન ગડકરીને નાગપુર સીટથી ટિકિટ અપાઈ છે. નોંધનીય છે કે હાલમાં જ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને શિવસેનામાં આવવાની ખુલી ઓફર આપી હતી. તેમની આ રજૂઆત પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે- જ્યારે મહારાષ્ટ્રની સીટની ચર્ચા થશે ત્યારે નીતિન ગડકરીનું નામ તેમાં સામેલ હશે.

નોંધનીય છે કે ગત સોમવારે દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બીજી બેઠક થઈ હતી. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પ્રમુખ નેતાઓએ ભાગ લીધો અને બેઠકમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, બિહાર, હિમાચલ પ્રદેશ અને તેલંગાનાના ઉમેદવારો પર વિચાર વિમર્શ કરાયો હતો.

સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે આગામી કેટલાંક દિવસમાં ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખની જાહેર કરી શકે છે. એપ્રિલ અને મેમાં કેટલાંક તબક્કામાં મતદાન થઈ શકે છે, જ્યારે પરિણામની જાહેરાત મેના અંત સુધીમાં આવી શકે છે. ગત 2019 લોકસભા ચૂંટણીમાં સાત તબક્કામાં વોટિંગ થયું હતું.

ભાજપે બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં 2 ચહેરા વડોદરાથી રંજન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કર્યા છે. જ્યારે 5 સિટીંગ સાંસદોના પત્તા કાપ્યા છે. 26માંથી 22 નામ જાહેર કરાયા છે અને 4 નામની જાહેરાત કરવાની હજુ બાકી છે.

ભાજપની બીજી યાદીમાં જાહેર ઉમેદવારો

ઉમેદવારનું નામસ્થળ
ગુજરાત
હંસમુખભાઈ સોમાભાઈ પટેલઅમદાવાદ પૂર્વ
ભીખાજી દુધાજી ઠાકોરસાબરકાંઠા
નિમુબેન બાંભણીયા ભાવનગર
રંજનબેન ધનંજય ભટ્ટ વડોદરા
જશુભાઈ ભીલુભાઈ રાઠવા છોટા ઉદેપુર
મુકેશભાઈ ચંદ્રકાંત દલાલ સુરત
ધવલ પટેલ વલસાડ
દિલ્હી
યોગેન્દ્ર ચંદોલિયાઉત્તર પશ્ચિમ દિલ્હી
હર્ષ મલ્હોત્રાપૂર્વ દિલ્હી
મહારાષ્ટ્ર
નીતિન ગડકરીનાગપુર
સુભાષ રામરાવ ધુલે
સ્મિતા રીડ જલગાંવ
રક્ષા નિખિલ ખડસે રાવર
અનુપ ધોત્રા અકોલા
રામદાસ ચંદ્રભાન વર્ધા
ડો. હિના વિજય કુમાર ગાબિત નંદુરબાર
સુધીર મુંતીવાર ચંદ્રપુર
પિયુષ ગોયલ મુંબઈ જવાબ
કપિલ મોરેશ્વર પાટીલ ભીનવાડી
પ્રતાપરાવ પાટીલ નાંદેડ
રાવ સાહેબ જાલના
ડો.ભારતી પ્રવીણ પવાર ડીંડોરી
મિહિર કોચ્ચા મુંબઈ નોર્થ ઈસ્ટ
મુરલીધર કિશન મોહોલ પુણે
સુજય પાટીલ અહેમદનગર
પંકજા મુંડે બીડ
સુધાકર તુકારામ લાતુર
રણજીત સિંહા માદા
સંજય કાકા પાટીલ સાંગલી
હરિયાણા
મનોહરલાલ ખટ્ટરકરનાલ
બંટો કટારિયાઅંબાલા
ચૌધરી ધરમબીર સિંહભિવાની મહેન્દ્રગઢ
અશોક તંવરસિરસા
રાવ ઈન્દ્રજીત સિંહ યાદવગુડગાંવ
કૃષ્ણપાલ ગુર્જરફરીદાબાદ
હિમાચલ પ્રદેશ
અનુરાગ સિંહ ઠાકુરહમીરપુર
સુરેશ કુમાર કશ્યપશિમલા
તેલંગાણા
ગોદામ નાગેશઆદિલાબાદ
ગોમાસા શ્રીનિવાસપેદ્દાપલ્લે
માધવનેની રઘુનંદન રાવમેડક
સૈદા રેડ્ડીનાલગોંડા
પ્રોફેસર અજમીરા સીતારામ નાયકમહબૂબાબાદ
ડીકે અરુણામહબૂબનગર
કર્ણાટક
અન્નાસાહેબ શંકર જોલેચિક્કોડી
પીસી ગદ્દીગોંદરબાગલકોટ
રમેશ જીગ્જીનાગી બીજાપુર
ઉમેશ જી. જાધવ ગુલબર્ગા
ભગવંત ખુબા બિદર
પીસી મોહન બેંગલુરુ સેન્ટ્રલ
તેજસ્વી સૂર્ય બેંગલુરુ દક્ષિણ
શોભા કરંદલાજે બેંગલુરુ ઉત્તર
ગાયત્રી સિદ્ધેશ્વર દાવનમેર
ડૉ. સીએન મંજુનાથ બેંગલુરુ ગ્રામીણ
એસ બલરાજ ચામરાજનગર
કૃષ્ણદત્ત ચામરાજ વાડિયા મૈસુર
વી સોમન્ના તુમકુર
બસવરાજ ક્યાવથુર કોપલ
બી. રામુલુ બેલારી
બસવરાજ બોમાઈ હાવેરી
વીવાય રાઘવેન્દ્ર શિમોગા
પ્રહલાદ જોષી ધારવાડ
કોટા શ્રીનિવાસ પૂજારી ઉડુપી ચિકમગલુર
બ્રિજેશ ચૌટા દક્ષિણ કન્નડ
દાદર અને નગર હવેલી
કલા બેન ડેલકર દાદર અને નગર હવેલી
મધ્યપ્રદેશ
શ્રીમતિ ડો. ભારતી પારધીબાલાઘાટ
વિવેક ‘બંટી’ સાહૂછિંદવાડા
અનિલ ફિરોજિયાઉજ્જૈન
શ્રીમતિ સાવિત્રી ઠાકુરધાર
શંકર લાલવાનીઈન્દોર
ત્રિપુરા
મહારાની કૃતિસિંહ દેવવર્માત્રિપુરા પૂર્વ
ઉત્તરાખંડ
અનિલ બલૂનીગઢવાલ
ત્રિવેન્દ્રસિંહ રાવતહરિદ્વાર