કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર, CAA કાયદો દેશના હિતમાં નથી, કાયદો પરત લેવાની કરી માંગ

kejriwal

છેલ્લાં 10 વર્ષમાં મોંઘવારી અને બેરોજગારી મામલે કામ થયું નથી. છતાં સરકાર તેનું સમાધાન કરવાની જગ્યાએ CAAની વાત કરી રહી છે
ભાજપની કેન્દ્ર સરકાર આપણાં બાળકોને રોજગાર નથી આપતી, પણ પાકિસ્તાનથી લોકોને લાવીને તેમનાં બાળકોને રોજગાર આપવા માંગે છે

કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગુ કરી દીધો છે. એક તરફ સરકાર આ કાયદાને ઐતિહાસિક ગણાવી રહી છે તો બીજી તરફ વિપક્ષ આ કાયદાને લઈને સવાલ ઉઠાવી રહી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યું છે કે, ‘CAA કાયદો દેશના હિતમાં નથી. આ કાયદો લાગુ થયા બાદ 1947થી પણ મોટું માઈગ્રેશન થશે.’

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કર્યા બાદ વિરોધી પાર્ટીઓએ ભાજપ વિરુદ્ધ રાજકીય લાભ મેળવવાના ઈરાદે ભ્રામક દાવાઓ કરીને કાયદાનો વિરોધ કરવાનું કામ હાથ પર લીધું છે. બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને CAA પર ભ્રામક ટિપ્પણીઓ કરી અને મારી-મચડીને સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે આ કાયદો ભારત માટે યોગ્ય નથી.

કેજરીવાલે પોતાના X હેન્ડલ પરથી એક 7 મિનીટ 27 સેકન્ડનો વિડીયો અપલોડ કર્યો છે. સાથે લખ્યું કે, “CAA કાયદો દેશના હિતમાં નથી. કેવી રીતે? આ વિડીયો જરૂર જુઓ અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.”

વિડીયોની શરૂઆતમાં કેજરીવાલ ભાજપ પર ચૂંટણી નજીક છે ત્યારે CAA લાગુ કરવાનો આરોપ લગાવે છે અને કહે છે કે 10 વર્ષ પછી તેમણે CAAના નામે મત માંગવા પડી રહ્યા છે, કારણ કે છેલ્લાં 10 વર્ષમાં મોંઘવારી અને બેરોજગારી મામલે કામ થયું નથી. છતાં સરકાર તેનું સમાધાન કરવાની જગ્યાએ CAAની વાત કરી રહી છે.

કેજરીવાલે કહ્યું કે, ‘આ કાયદાને લાગુ કરવાથી પાકિસ્તાનના લોકો ભારત આવશે, આ કેટલું સુરક્ષિત હશે. ચોરી, બળાત્કાર, લૂંટ અને રમખાણ વધશે. જો તમારા ઘરની પાસે પાકિસ્તાન, બાંગ્લાદેશથી લોકો આવીને ઝૂંપડી બનાવીને રહેવા લાગે તો શું તમે પસંદ કરશો?’

કેજરીવાલે કહ્યું કે, ‘પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લગભગ 2.5થી ત્રણ કરોડ અલ્પસંખ્યક રહે છે. આ ત્રણ દેશોના લઘુમતીઓ ભારતની નાગરિકતા લેવા માંગે તો તેમને ભારતની નાગરિકતા આપી દેવામાં આવશે. મતલબ આ દેશોથી મોટા પ્રમાણમાં લોકો ભારત આવશે. તેમને રોજગાર આપવામાં આવશે, તેમના માટે ઘર બનાવવામાં આવશે, તેમને અહીં વસાવવામાં આવશે. તેમને રોજગાર આપવામાં આવશે, તેમના માટે ઘર બનાવવામાં આવશે, તેમને અહીં વસાવવામાં આવશે.

તેમણે કહ્યું કે “ભાજપની કેન્દ્ર સરકાર આપણાં બાળકોને રોજગાર નથી આપતી, પણ પાકિસ્તાનથી લોકોને લાવીને તેમનાં બાળકોને રોજગાર આપવા માંગે છે. આપણા લોકો પાસે ઘર નથી, ભારતના અનેક લોકો બેઘર છે, પણ ભાજપવાળા પાકિસ્તાનથી લોકોને લાવીને તેમને ભારતમાં વસાવવા માંગે છે, તેમને ઘર આપવા માંગે છે. ભારત સરકારનો જે રૂપિયો આપણા દેશના વિકાસમાં ખર્ચવો જોઈએ તે પૈસા પાકિસ્તાનીઓને લાવીને તેમને અહીં વસાવવા પર ખર્ચાશે.” શું આપણે આ શરણાર્થીઓને રોજગારી આપીશું? એવું શા માટે કરાઈ રહ્યું છે?

કેજરીવાલ પોતે ઘણા લોકો સાથે આ મુદ્દે વાત કરી હોવાનો દાવો કરીને આગળ કહે છે કે, “ઘણાનું કહેવું છે કે આ ખેલ વોટબેન્ક બનાવવાની ગંદી રાજનીતિ છે. આ ત્રણ દેશોમાંથી દોઢ કરોડ લોકોને ભારત લાવવામાં આવ્યા અને દેશના અલગ-અલગ ભાગોમાં વસવાટ કરાવવામાં આવ્યો, જ્યાં ભાજપના મત ઓછા છે ત્યાં તેમને ઝૂંપડપટ્ટીઓમાં રાખવામાં આવ્યા તો ત્યાં ભાજપની એક પાકી વોટબેંક તૈયાર થઈ જશે. જેથી ભવિષ્યમાં ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે.” જોકે, પછીથી ચાલાકીપૂર્વક કહી દે છે કે આવું અમુક લોકોનું કહેવું છે, મને ખબર નથી કે આ સાચું છે કે ખોટું. ભાજપ પર આરોપ લગાવતાં આગળ તેઓ કહે છે કે, ભાજપ વિશ્વની એક જ એવી પાર્ટી છે જે પાડોશી દેશોના ગરીબને પોતાના દેશમાં ઘૂસાડવા માટે દરવાજા ખોલી રહી છે.

તેમનું કહેવુ છે કે “આ લોકો (સરકાર) કહી રહ્યા છે કે 2014 પહેલાં આવેલા લોકોને નાગરિકત્વ આપવામાં આવશે. પરંતુ એવું નથી. આ તો શરૂઆત છે. એક વખત સિલસિલો ચાલુ થઈ ગયો તો પછી મોટી સંખ્યામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશથી લોકો ભારત આવશે.” કેજરીવાલ એવો પણ દાવો કરે છે કે આગલી ચૂંટણીમાં ભાજપ 2014ની તારીખ 2024 કરી દેશે.

કેજરીવાલે કહ્યું કે, ‘આગામી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી CAAને મોટો ચૂંટણી મુદ્દો બનાવશે. તેમણે ભાજપને ચેતવણી આપતા CAAને પરત લેવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, આખા દેશની માંગ છે કે CAAને પરત લેવામાં આવે. આપણે આપણા ભાગની નોકરીઓ બીજા દેશના લોકોને નહીં આપીએ. જો ભાજપ આને પરત નહીં લે તો આ ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ મત આપીને ગુસ્સો વ્યક્ત કરો.’ૃૃૃૃૃૃ

આ કાયદાને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ સરકાર આ કાયદાને ઐતિહાસિક ગણાવી રહી છે તો બીજી તરફ વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહી છે. મમતા બેનર્જી, સ્ટાલિન સહિતના કેટલાક મુખ્યમંત્રીઓએ આ કાયદાને રાજ્યમાં લાગુ ન કરવાની વાત કરી છે.