- સાબરકાંઠા જીલ્લામાં સૌથી ૩૯.૦૭ ટકા મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) બીજા ફેસનું મતદાનને 6 કલાક વિતી ગયા છે સરેરાશ 34.94% મતદાન નોંધાયું છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં 1 વાગ્યા સુધી સૌથી વધુ ૩૯.૦૭ ટકા મતદાન થયો છે. પહેલા એક કલાકમાં એટલે કે 9 વાગ્યા સુધીમાં ઓછું મતદાન નોંધાયું હતું. જોકે સમય જતાં મતદાનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. અન્ય વિસ્તારોની તુલનામાં આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન જોવા મળી રહ્યું છે. પહેલા ત્રણ કલાકમાં સરેરાશ 16 ટકાથી વધુ મતદાન થયુ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પ્રથમ 3 કલાકમાં 20 ટકા કરતા વધુ મતદાન થયુ છે જ્યારે ગાંધીનગરમાં 19 ટકા મતદાન થયુ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 14 જિલ્લાની 93 બેઠક માટે મતદાન થઇ રહ્યુ છે.
જિલ્લાનું નામ | મતદાનની નોંધ પાત્ર ટકાવારી |
અમદાવાદ | 30. 82 % |
આણંદ | 37.06 % |
અરવલ્લી | 37.12 % |
બનાસકાંઠા | 37.48 % |
છોટા ઉદેપુર | 38.18 % |
દાહોદ | 34.46 % |
ગાંધીનગર | 36.49 % |
ખેડા | 36.03 % |
મહેસાણા | 35.35 % |
મહેિસાગર | 29.72 % |
પંચમહાલ | 37.09 % |
પાટણ | 34.74 % |
સાબરકાંઠા | 39.73 % |
વડોદરા | 34.07 % |