આગામી 2024ની ચૂંટણી માટે ટિકિટ નહીં મળે તેવા અહેવાલો વચ્ચે રાજનીતિ છોડવાનો નિર્ણય
ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે સક્રિય રાજનીતિમાંથી વિદાય લેવાની જાહેરાત કરી દીધી છે. તેઓ 2019ની લોકસભાની ચૂંટણી પણ લડશે નહીં. પૂર્વ દિલ્હી સીટનું પ્રતિનિધિત્વ કરી રહેલા પૂર્વ ક્રિકેટરે ખુદ પોતે આની જાહેરાત કરી છે. તેમણે ટ્વિટર પર તેમના ચાહકો સાથે આ સમાચાર શેર કરીને માહિતી પોસ્ટ કરી. તેમણે હવે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે.
ટિકિટ ન મળવાના કારણે રાજનીતિથી દૂર
રાજનીતિ છોડવાનો નિર્ણય એવા અહેવાલો વચ્ચે આવ્યો છે કે ગૌતમ ગંભીરને આગામી 2024ની ચૂંટણી માટે ટિકિટ ન મળે. કદાચ આ જ કારણ છે કે ગૌતમ ગંભીરે પોતે જ રાજનીતિથી દૂર રહેવાની જાહેરાત કરી છે.
PM મોદી અને શાહનો આભાર વ્યક્ત કર્યો
ગૌતમ ગંભીરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું, ‘મેં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાજીને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે, જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન આપી શકું. મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિંદ.’
2019માં ભાજપમાં જોડાયા હતા
ગૌતમ ગંભીર માર્ચ 2019માં બીજેપીમાં જોડાયા હતા. અરુણ જેટલીએ તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારથી તેઓ દિલ્હીમાં પાર્ટીનો એક અગ્રણી ચહેરો બની ગયા હતા. તેમ છતાં તે ક્રિકેટમાં કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતા. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં ગૌતમ ગંભીરને પૂર્વ દિલ્હીની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા. ગૌતમ ગંભીર 6,95,109 મતોના જંગી માર્જિનથી જીત્યા હતા.