નાણાં મંત્રીએ વધુ બે નગરપાલિકા પોરબંદર-છાયા અને નડિયાદને કોર્પોરેશનમાં ફેરવવાની જાહેરાત કરી

gujarat-vidhansabha

આગાઉ 7 નગરપાલિકાને માહનગર પાલિકામાં ફેરવી હતી, આમ રાજયમાં 17 કોર્પોરેશન અસ્તિત્વમાં આવશે

રાજ્યમાં વધુ બે પોરબંદર-છાયા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી

ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર સમાપ્ત થાવાના એક જ દિવસ બાકિ રહ્યો છે. આવતી કાલે વિધાનસભા બજેટ સત્ર પુરુ થઈ જશે. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈએ વધુ એક મોટી જાહેરાત કરી છે. રાજ્યની વધુ બે નગરપાલિક પોરબંદર-છાયા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે દરજ્જો આપવાની જાહેરાત કરી કરી છે. અગાઉ બીજી ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટમાં રાજ્યની સાત પાલિકાને મહાપલિકા બનાવવની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં કુલ 17 કોર્પોરેશન અસ્તિત્વમાં આવશે.

વધુ બે નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકાઓ

નાણામંત્રી કનુદેસાઈએ આજે વિધાનસભા ગૃહમાં મોટી જાહેરાત કરી છે. તેમણે રાજ્યમાં વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે. તેમણે પોરબંદર-છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી છે તેથી ગુજરાત રાજ્યને વધુ બે મહાનગરપાલિકા મળી છે.

આગાઉ 7 જાહેર કરાયેલી મહાનગરપાલિકાઓ

અગાઉ નાણાં મંત્રી કનું દેસાઈએ ગુજરાતના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો.
1. નવસારી, 2. ગાંધીધામ, 3. મોરબી, 4. વાપી, 5. આણંદ, 6. મહેસાણા, 7. સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકા હશે

વિધાનસભા ગૃહમાં નાણાં મંત્રી દ્વારા નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરતા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સરકારને આભાર વ્યક્ત કર્યો હતો. નડિયાદ એ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ સ્થણ હોવાથી નડિયાદ શહેરને પ્રાધાન્ય મળ્યું છે.

કેન્દ્રિય મંત્રી દેવુસિંહણે સરકારની જાહેરાતને આવકારી

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા. તેમણે સોસિયલ મિડિયા એક્સ પર ટ્વિટ્ટ કરીને કહ્યું કે, સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદને મહાનગરપાલિકા બનાવવાની ગુજરાત સરકારની જાહેરાતને આવકારું છું, રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી નો ખુબ આભાર વ્યક્ત કરું છું. આ માટે અથાગ પ્રયત્નો કરનારા ધારાસભ્ય શ્રી ને વિશેષ ધન્યવાદ પાઠવું છું. મહાનગરપાલિકા કાર્યરત થવાથી નડિયાદના શહેરી વિકાસને નવી દિશા, સ્પીડ અને સ્કેલ મળશે. રાજ્ય સરકારનો સ્માર્ટ શહેર – સુંદર શહેરનો સંકલ્પ સાકાર થશે.