પ્રખ્યાત ગઝલ-ગાયક પંકજ ઉધાસનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયામાં આપી છે. નાયાબે માહિતી આપતી એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું છે કે, ઘણાં જ દુઃખની સાથે અમારે તમને એ જણાવવું પડી રહ્યું છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી, 2024નાં રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. પંકજ ઉધાસના નિધનથી સંગીત જગતમાં શોકનો માહોલ છે.
https://www.instagram.com/p/C3zq1JatKmq/
સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસના પીઆરે જણાવ્યું કે સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું સોમવારે 26 ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. 10 દિવસ પહેલાં જ તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે. તેમનાં નિધનનાં સમાચાર સામે આવતા જ મ્યૂઝિક જગતમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ગઝલ ગાયક દુનિયાને છોડી જતા તેમના ફેન્સ ગમગીન થઈ ગયા છે. દરેક લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર શંકર મહાદેવનને ઊંડા આઘાત લાગ્યો છે. તેમણે કહ્યું કે- પંકજના જવાથી મ્યૂઝિક જગતમાં મોટું નુકસાન થયું છે, જેણી ક્યારે ભરપાઈ ન થઈ શકે. સોનૂ નિગમે પણ પંકજ ઉધાસના નિધન પર ઈમોશનલ પોસ્ટ લખી છે.
પંકજ ઉધાસનો જન્મ 17 મે, 1951નાં રોજ રાજકોટ જિલ્લાના જેતપુરમાં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. બંને ભાઈ સિંગર હતા. પંકજ ઘણી જ સિમ્પલ લાઈફ જીવતા હતા. વર્ષ 2006માં ભારત સરકારે તેમણે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. પંકજ ઉધાસે ફારિદા સાથે લગ્ન કર્યા હતા તેમને તેમણે ત્રણ પુત્રીઓ છે.
પંકજ ઉધાસની સંગીત કારકિર્દી 6 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. પોતાના મોટા ભાઈની મદદથી તેમણે સ્ટેજ પર પરફોર્મ કરવાનું શરૂ કર્યું અને પછી તેમણે પોતાના અવાજથી લોકોના દિલ જીતી લીધા. મના પ્રખ્યાત ગીતોમાં ‘જીયે તો જીયે કૈસે બિન આપકે…’, ‘ચિઠ્ઠી આયી હૈ…’, ‘ના કજરે કી ધર, ના મોતી કે હાર…’નો સમાવેશ થાય છે.