કર્ણાટકમાં સ્થાનિક ભાષાઓને પ્રાધાન્ય આપવાની માંગને લઈને આંદોલન ઉગ્ર બન્યું

કર્ણાટકમાં સ્થાનિક ભાષાઓને પ્રાધાન્ય આપવાની માંગને લઈને આંદોલન ઉગ્ર બન્યું છે. આંદોલન સાથે જાેડાયેલા લોકોએ અંગ્રેજીમાં લખેલા ઘણા સાઈનબોર્ડ, જાહેરાત બોર્ડ અને હોર્ડિંગ્સ તોડી નાખ્યા છે. આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કન્નડ રક્ષા વેદિક (કેઆરવી) સંગઠને સ્થાનિક ભાષાની માંગ સાથે એક વિશાળ ઝુંબેશ શરૂ કરી છે.