જમ્મુ-કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે, NDA જોઈન કરવાના આપ્યા સંકેત

farooq-abdullah

ઈન્ડિયા બ્લોકમાં સીટ શેરિંગ પર વાતચીત નિષ્ફળ ગઈ, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ને મોટો ઝટકો આપ્યો છે. ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીરની તમામ 5 લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે તેઓ કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમનાં આ નિર્ણયથી કોંગ્રેસ પાર્ટી તેમજ I.N.D.I.A. ગઠબંધન વધુ નબળુ પડી શકે છે.

દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશ બાદ હવે જમ્મુ અને કાશ્મીરમાં પણ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને શ્રીનગર મતવિસ્તારના હાલના સાંસદ ડૉ. ફારુક અબ્દુલ્લાએ આજે શ્રીનગરમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે પત્રકારો સાથે વાત કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે હું સમજું છું કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે થશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે નેશનલ કોન્ફરન્સ ચૂંટણી પહેલા કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં અને જમ્મુ-કાશ્મીરમાં પોતાના દમ પર ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે તેમના આ અચાનક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે.

આ પહેલા AAP અને TMC પાર્ટી ગઠબંધન I.N.D.I.A.ને પશ્ચિમ બંગાળ, પંજાબ અને દિલ્હીમાં ઝટકો આપી ચૂકી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. અગાઉ, ટીએમસીએ કોંગ્રેસને બે બેઠકોની ઓફર કરી હતી, પરંતુ કોંગ્રેસના નેતાઓના વકતૃત્વ અને નેતાઓ વચ્ચેના ઝઘડા પછી, ટીએમસીએ રાજ્યની 42 બેઠકો પર એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

આ સિવાય આમ આદમી પાર્ટીએ પંજાબની તમામ 13 લોકસભા સીટો પર એક જ ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. અગાઉ AAP દ્વારા કોંગ્રેસને 6 સીટોની ઓફર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં વાતચીત નિષ્ફળ ગઈ હતી. જ્યારે દિલ્હીમાં કોંગ્રેસને માત્ર એક જ સીટની ઓફર કરવામાં આવી છે, તેના માટે પણ માત્ર થોડા દિવસોનો સમય આપવામાં આવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી જલ્દી સાફ કરે, અન્યથા અમે તમામ સાત સીટો પર ઉમેદવારોની જાહેરાત કરીશું.

આમ આદમી પાર્ટીએ આસામની 3 લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ 80 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 11 બેઠકો આપવાની વાત કરી રહ્યા છે. જયંત ચૌધરીએ પણ NDAમાં જોડાવાની ઔપચારિક જાહેરાત કરી છે. તો હવે જમ્મુ-કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લાના આ નિર્ણયથી ગઠબંધન I.N.D.I.A. ને મોટો ઝટકો લાગ્યો છે.

વધુમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે, દેશના નિર્માણ માટે મારે જે પણ કરવું પડશે તે કરીશ.તેમણે એમ પણ કહ્યું કે, અમે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશું. કોઈપણ પક્ષ સાથે લડશે નહીં. તેમણે કહ્યું કે ઈન્ડિયા બ્લોકમાં સીટ શેરિંગ પર વાતચીત નિષ્ફળ ગઈ, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફારુકે NDA જોઈન કરવાના પણ સંકેત આપ્યા છે. NDAમાં સામેલ થવા અંગે તેમણે કહ્યું કે, અમે ભવિષ્યમાં NDAમાં જોડાવાની શક્યતાને નકારી શકીએ નહીં.