બિહારમાં નીતિશ કુમારે વિશ્વાસ મત જીત્યો, બિહારમાં JDU-BJPની સરકાર રહેશે

Nitishkumar

અમે અમારી જૂની જગ્યાએ પાછા ફર્યા છીએ, પરંતુ કોઈને નુકસાન નહીં પહોંચાડીએઃ નીતિશ કુમાર

આજનો દિવસ નીતિશ કુમાર અને બિહારની રાજનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો હતો. NDAમાં જોડાઈ ગયા બાદ આજે બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે વિશ્વાસ મત જીતી લીધો છે. તેમની તરફેણમાં 129 વોટ પડ્યા હતા. જ્યારે વિપક્ષને શૂન્ય મત મળ્યા હતા. આ વિશ્વાસ મત વખતે હતાશ થયેલા વિપક્ષે વોક આઉટ કર્યુ હતું.

બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે બહુમતી સાબિત કરી દીધી છે. બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા નીતિશ કુમારે સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું હતું કે અમે અમારી જૂની જગ્યાએ પાછા ફર્યા છીએ, પરંતુ કોઈને નુકસાન નહીં પહોંચાડીએ. અમે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યુ. નીતિશ કુમારે કહ્યું કે અમારા પહેલા તેમના માતા-પિતાને 15 વર્ષ કામ કરવા મળ્યું હતું. તેમણે શું કર્યું? ત્યાં કોઈ રસ્તો હતો? અમે હિંદુ-મુસ્લિમ સંઘર્ષ અટકાવ્યો. લોકો સાંજના સમયે બહાર નીકળવામાં ડરતા હતા.

નીતિશ કુમારે કહ્યું કે અમે બધાને એક કરવાનો પ્રયાસ કર્યો. કંઇક થયુ? કોંગ્રેસ ડરી ગઈ હતી. અમે કહ્યું કે અન્ય પક્ષોને એક કરો. ત્યારે અમને ખબર પડી કે તેમના પિતા (લાલુ યાદવ) પણ તેમની સાથે હતા. અમે કોઈને નુકસાન નહીં પહોંચાડીએ. સૌના હિતમાં કામ કરીશું.

નીતિશ કુમારે કહ્યું કે પૈસા ક્યાંથી આવ્યા, અમે દરેકની તપાસ કરાવીશું. તમારી પાર્ટી યોગ્ય નથી કરી રહી. જ્યારે તમને સમસ્યા હોય ત્યારે અમારો સંપર્ક કરો. અમે તમારું કામ કરીશું. રાજ્યના હિતમાં કામ કરશે. અમે ત્રણેય હંમેશા સાથે રહીશું.

બિહાર વિધાનસભામાં 28 જાન્યુઆરીએ મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં બનેલી NDA સરકારે ફ્લોર ટેસ્ટ પહેલા જ બહુમત સાબિત કરી દીધો છે.

બિહારમાં અવધ બિહારી ચૌધરીને વિધાનસભા સ્પીકર પદેથી હટાવવાનો પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર કરાયો હતો. આ પ્રસ્તાવ પર વોટિંગ પણ થઈ અને તેના પછી સ્પીકરની તરફેણમાં 125 અને વિરુદ્ધમાં 112 મત પડ્યા હતા.