જૂના વાડજમાં 588 આવાસો અને ગુજરાતી શાળાનું તેમજ જેતલપુરમાં નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનું ઉદ્ઘાટન કર્યું
પીએમ મોદીએ અંગ્રેજોના કાયદા નાબૂદ કર્યા, લોકસભા ચૂંટણીમાં ભાજપ 370 અને NDA 400 બેઠકને પાર થશેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે, તેમણે આજે ગુજરાતીઓને કરોડો રુપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે. આજે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં 1,950 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું છે. શહેરમાં PPP ધોરણે 12 ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો, સિંધુભવન અને પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. જૂના વાડજ રામાપીરના ટેકરા ખાતે બનેલા 588 EWS આવાસ યોજનાના મકાનોની પણ ફાળવણી કરી હતી તેમજ ગુજરાતી શાળાનું લોકાર્પણ કર્યું હતું. થલતેજ વિસ્તારમાં PPP ધોરણે અદ્યતન 30 બેડની ફેસેલિટી ધરાવતું કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટર પણ ખુલ્લું મૂક્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે જેતલપુરમાં નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(NSITન)નું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે.
અમિત શાહે 899.05 કરોડ રુપિયાના 35 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને 649.37 કરોડ રુપિયાના 23 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ છે. સૌપ્રથમ તેમણે થલતેજ વોર્ડમાં દિવ્ય જ્યોત સ્કૂલ પાસે આવેલ અને એએમસી દ્વારા બનાવવામાં આવેલ નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યુ છે. થલતેજ અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવશે. એમઆરઆઈ મશીન અને આંખની તપાસ પણ અહીં કરાશે.
જેતલપુરમાં એમ.પી.પંડ્યા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સમારોહ યોજાયો છે. અમિત શાહે NSITનું ડિજીટલી લોકાર્પણ કર્યું છે. તેમજ જેતલપુરમાં એમ.પી.પંડ્યા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સમારોહમાં અમિત શાહે જેતલપુરની જનતાને સંબોધન કરી છે. જેમાં NSIT વતી અમિત શાહને 26 કમળનો હાર પહેરાવ્યો છે. 2024ની ચૂંટણીમાં 26 કમળ ખીલે તેવી શુભેચ્છા પાઠવી છે. ત્યારે અમિત શાહે જણાવ્યું છે કે BSc-Msc ફોરેન્સિક સાયન્સનો અભ્યાસનો સમાવેશ સાથે ફોરેન્સિક સાયન્સનો સંપૂર્ણ અભ્યાસ માત્ર ગુજરાતમાં છે. આગામી દિવસોમાં આ સ્થળ અભ્યાસનું વટવૃક્ષ બનશે. પીએમ મોદીએ અંગ્રેજોના કાયદા નાબૂદ કર્યા છે. એ કાયદાઓ ભારતના લોકોના ન્યાય માટે ન હતા.
વાડજ ખાતેની જાહેરસભામાં શહેરીજનોને સંબોધતા કહ્યું હતું કે,સાડા પાંચસો વર્ષ પહેલા સ્વપ્ન જોવામાં આવ્યું હતું, આજે નરેન્દ્રભાઈની મહેનતથી એ પૂર્ણ થઈ શક્યું છે. આજે સમગ્ર વિશ્વ રામમંદિરથી અચંબિત થયું છે. 10 વર્ષમાં 5 વર્ષ તો ખાડો પૂરવામાં ગયો,5 વર્ષમાં પાયો નંખાયો.આ સાથે જ અમિત શાહે દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કર્યા હતા. નરેન્દ્ર ભાઈએ એક જ સાથે સવા લાખ લોકોને ચાવી આપી છે. કોંગ્રેસકાળમાં અટકેલા વિકાસ કામોને લઇને પ્રહાર પણ કર્યા હતા.
અમિત શાહે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનાં અનેક કામોને ગતિ આપી છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થયો છે. 10 વર્ષમાં જ ભારત વિશ્વમાં 5મા નંબરે પહોંચ્યું છે. નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં દેશને ત્રીજા નંબરની ઈકોનોમી બની જઈશું. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની ગતિ જાળવી રાખી છે.ભાજપ 370 અને NDA 400 બેઠકને પાર થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો.વર્ષોથી જે કામોની રાહ જોવાતી હતી,તે કામ મોદી સરકારે પૂર્ણ કર્યા છે.
ગાંધીનગર પ્રીમીયમ લીગનું સાંજે 4.30 કલાકે SGVP ગ્રાઉન્ડ, છારોડી ખાતે ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવનાર લોકાર્પણ પ્રંસગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદો, ધારાસભ્યો, મ્યુનિ. હોદ્દેદારો અને કોર્પોરેટરો તથા કાર્યકરો- નાગરિકો ઉપસ્થિત રહેશે.