કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા વિજાપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપ પાર્ટીમાં જોડાશે
દેશમાં 2024 લોકસભાની ચૂટણી યોજાવાનો સમય હવે દૂર રહ્યો નથી થોડાંક દિવસોમાં ઈલેક્શન કમિશન એફ ઈન્ડિયા તરફથી દેશની ચૂટણીઓની તારીખ જાહેર કરવામાં આવશે. આ ચૂટણીની તૈયારીઓને લઈને ભાજપ દ્રારા ગુજરાતમાં ઓપરેશન લોટ્સ ચલાવામાં આવ્યો છે અને તે મજબૂત સાબિત થયો દેખાઈ રહ્યો છે. ઓપરેશન લોટ્સ હેઠળ કોંગ્રેસ અને આપના ધારાસભ્ય અને કાર્યકરતાઓેેએ ભાજપનો દામન થામ્યો છે.
પાટીલની ઉપસ્થિતિમાં સી.જે. ચાવડા કેરીયો ધારણ કરશે
ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર વિજાપુરના પૂર્વ ધારાસભ્યને લઈને મોટી ખબર સામે આવી છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા તે સી.જે. ચાવડા હવે ભાજપનું દામન પકશે, પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા 12મી ફેબ્રુઆરીએ ભાજપનો કેસરિયો ધારણ કરશે, વિજાપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં સી.જે. ચાવડા ભાજપમાં વિધિવત રીતે જોડાશે, પાટીલ તેમને ખેસ પહેરાવીને પાર્ટીમાં વેલકમ કરશે.
કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.નું રાજીનામુ
થોડાક દિવસો પહેલા વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યુ હતુ. વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી 19 જાન્યુઆરીએ રાજીનામું આપનારા સી.જે.ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવવા જઈ રહ્યાં છે. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી.જે.ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.
સી.જે.ને લોકસભા ઉમેદવાર બને તે નહીંવત
લોકસભાની યોજાનારી ચૂટણી સાથે વિધાનસભાની પેટાચૂંટણીમાં સી.જે.ચાવડા વિજાપુરથી ભાજપના ઉમેદવાર હશે તે મનાઈ રહ્યું છે. જોકે ભાજપ સી.જે.ચાવડાને સાબરકાંઠાથી ઉમેદવાર બનાવશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું છે. લોકસભાના ઉમેદવાર બનાવાય તેવી શક્યતા નહીંવત છે.
કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ભાજપમાં જોડાયા
કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ચૂકેલા ભૂપત ભાયાણી અને તેમજ ખંભાત બેઠક પરથી રાજીનામું આપનાર ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.
વિપક્ષના ધારાસભ્યના વધુ રાજીનામા પડશે
ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપમાં જોડવાનો બાકી છે. જોકે હજુ પણ વિપક્ષના કેટલાક ધારાસભ્ય સાથે ભાજપના નેતાઓ સંપર્ક સાધી રહ્યાં છે હવે ક્યા ધારાસભ્યનું રાજીનામું પડશે તેની અટકળો તેજ છે. હાલમાં ગુજરાતમાં ભાજપનું જબરદસ્ત લોકસભાની ચૂંટણીને લઇને કેમ્પેઇન ચાલી રહ્યું છે.