મહારાષ્ટ્ર: ભાજપ ધારાસભ્ય ગણપત ગાયકવાડે પોલીસ સ્ટેશનમાં શિંદે જૂથના નેતાને ગોળી મારી

Two people who were injured

ઉલ્હાસનગરમાં ગોળીબાર બાદ શિંદે જૂથ અને ભાજપ સામસામે, શિંદે જૂથના નેતા મહેશ સહિત ત્રણ લોકો ઘાયલ
ડેપ્યુટી સીએમ ફડણવીસે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા

મુંબઈને અડીને આવેલા ઉલ્હાસનગર આસાપ વિવાદમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને પોલીસ સ્ટેશનમાં એક પછી એક ગોળી મારીને ઈજા પહોંચાડી હતી. જેમાં શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. મામલાની ગંભીરતાને જોતા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
ફાયરિંગની ઘટના અંગે એડિશનલ પોલીસ કમિશનર દત્તાત્રેય શિંદેએ મીડિયાને જણાવ્યું કે શુક્રવારે રાત્રે ઉલ્હાસનગર વિસ્તારમાં હિલ લાઇન પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરના રૂમની અંદર ભાજપના કલ્યાણ ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેનાના કલ્યાણ એકમના વડા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો. તેમની ધરપકડ પહેલા, ગણપત ગાયકવાડે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે તેમના પુત્રને પોલીસ સ્ટેશનમાં મારવામાં આવી રહ્યો હતો તેથી તેણે ગોળીબાર કર્યો.

ગણપત ગાયકવાડ સહિત 6 લોકો સામે ગુનો નોંધાયો
હાલમાં પોલીસે શિંદે જૂથના નેતા પર ફાયરિંગ કરવા બદલ ધારાસભ્ય ગણપત ગાયકવાડ સહિત 6 લોકો સામે કેસ નોંધ્યો છે. આ કેસમાં ગણપત ગાયકવાડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે

મહારાષ્ટ્ર થાણે DCP સુધાકર પઠારે શું કહ્યું
સુધાકર પઠારે, ડીસીપી કહે છે, “મહેશ ગાયકવાડ અને ગણપત ગાયકવાડ વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ થયા હતા અને તેઓ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવ્યા હતા. તે સમયે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ અને તેના લોકો પર ફાયરિંગ કર્યું હતું. આમાં 2 લોકો ઘાયલ થયા છે. તપાસ ચાલી રહી છે.

શિવસેના (UBT)ના નેતા આનંદ દુબે
ઉલ્હાસનગર ફાયરિંગની ઘટના પર શિવસેના (UBT)ના નેતા આનંદ દુબે કહે છે, “આ ફાયરિંગ પોલીસ સ્ટેશનની અંદર થયું છે. ગોળી ચલાવનાર બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડ હતો, જેના પર ગોળી વાગી હતી તે શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ હતા. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે ધારાસભ્યને લાખો લોકોના કલ્યાણ માટે કામ કરવાની જરૂર છે, તે લોકોને ગોળી મારી રહ્યો છે. ત્રિપલ એન્જિનની સરકારમાં, બે પક્ષોના નેતાઓ લડી રહ્યા છે અને એકબીજાને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે.”