રેલ્વે બજેટ ભારતીય રેલ્વેના વિકાસ અને વિસ્તરણ માટે આપવામાં આવે છે. આ બજેટ રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા અને સેવાઓને સુધારવા માટે ફાળવવામાં આવ્યું
નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરી ગુરુવારના દિવસે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું. 2024 લોકસભા ચૂંટણીના વર્ષમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે કારણ કે ચૂંટણી પછી નવી રચાયેલી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરે છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ રેલવે માટે ઘણી મહત્વની જાહેરાતો કરી હતી. સરકારે બજેટમાં રેલવે મુસાફરોને મોટી ભેટ આપી છે.
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે દેશમાં 40 હજાર ટ્રેનના કોચને વંદે ભારતમાં બદલવામાં આવશે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે રેલ્વે મુસાફરોની સુવિધા માટે 40 હજાર ટ્રેનના કોચને વંદે ભારતની તર્જ પર બદલવામાં આવશે. આર્થિક કોરિડોર બનાવવાથી ટ્રેનોના સંચાલનમાં પણ સુધારો થશે.
સરકારની રેલ્વેને કાયાકલ્પ કરી
છેલ્લા પાંચ વર્ષમાં રેલવે બજેટની ફાળવણીમાં નોંધપાત્ર વધારો થયો જોવા મળ્યો છે. જેમાં સાડા ચાર ગણો વધારો નોંધાયો હતો. આ પહેલા સરકારે રેલ્વેને 2.4 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. ભારતીય રેલ્વે ઝડપથી નવી લાઈનોનું નેટવર્ક બિછાવી રહ્યું છે. જ્યાં સુધી રેલ્વે પહોંચી નથી ત્યાં પણ રેલ્વે લાઈનો નાખવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા નવી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
રેલ્વે બજેટનો ક્યાં ખર્ચ થાય?
- ટ્રેનોના સંચાલન અને જાળવણી પર
- નવી ટ્રેનો, નવી રેલવે લાઈનો અને સ્ટેશનોના નિર્માણ પર
- રેલ્વેના વિદ્યુતીકરણ અને ઓટોમેશન પર
- રેલવેના સુરક્ષા સાધનોના આધુનિકીકરણ પર
- રેલવે કર્મચારીઓના પગાર અને ભથ્થા પર
- રેલ્વે બજેટ ભારતીય રેલ્વેના વિકાસ અને વિસ્તરણ માટે આપવામાં આવે છે. આ બજેટ રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા અને સેવાઓને સુધારવા માટે ફાળવવામાં આવ્યું છે. આ બજેટ ભારતીય રેલવેને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં અને મુસાફરોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવામાં મદદ કરશે. છેલ્લા ઘણા વર્ષોમાં ભારતીય રેલ્વેએ ઝડપથી પ્રગતિ કરી છે.
પાછલા વર્ષોના રેલ્વે બજેટના આંકડા
નાણાકીય વર્ષ 2023માં રેલવે બજેટ 2.4 લાખ કરોડ રૂપિયા હતું. 2022માં રેલ્વે મંત્રાલયને 1,40,367.13 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. વર્ષ 2021માં પ્રથમ વખત રેલ્વે બજેટમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી હતી. આ પહેલા 2020માં 70,250 કરોડ રૂપિયા અને 2019માં 69,967 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.