રાજ્યમાં ટાઈગર તરીકે જાણીતા અને શિબુ સોરેનના ડાબા હાથ ચંપઈ સોરેન રાજ્યના નવા સીએમ બને તેવી શક્યતા
ઝારખંડમાં રાજકીય ગરમાવો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. EDની તપાસ બાદ મુખ્યમંત્રી હેમંત સોરેન રાજભવન પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું. હેમંત સોરેન બાદ ચંપાઈ સોરેન ઝારખંડના નવા સીએમ બને તેવી શક્યતા છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લગભગ 7 કલાકની લાંબી પૂછપરછ બાદ EDની ટીમે CM હેમંત સોરેનની ધરપકડ કરી છે. રાજ્યમાં ટાઈગર તરીકે જાણીતા અને શિબુ સોરેનના ડાબા હાથ ચંપઈ સોરેન રાજ્યના નવા સીએમ બને તેવી શક્યતા છે. હેમંત સોરેનની ધરપકડ બાદ સીએમ આવાસ, રાજભવન, ભાજપ કાર્યાલય સહિત રાંચીના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની EDએ ધરપકડ કરી છે. હેમંત સોરેને સીએમ પદેથી રાજીનામું આપી દીધું છે. હેમંત સોરેન બાદ રાજ્યમાં ટાઈગર તરીકે જાણીતા અને શિબુ સોરેનના ડાબા હાથ ચંપઈ સોરેન રાજ્યના નવા સીએમ બને તેવી શક્યતા છે. ચંપાઈ સોરેનને JMM ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાંચીમાં સીએમ આવાસની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત છે. આ ઉપરાંત ડીજીપી અને પ્રિન્સિપલ સેક્રેટરી પણ સીએમ આવાસ પર પહોંચી ગયા છે. કથિત જમીન કૌભાંડમાં EDની ટીમ દ્વારા તેમની ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે રાંચીમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની EDની ટીમ દ્વારા ઘણા કલાકો સુધી પૂછપરછ કરી રહી હતી. આ પૂછપરછને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી આવાસ અને રાજભવનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આખા શહેરમાં 2000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની પૂછપરછમાં ED અધિકારી હેમંત સોરેનના જવાબોથી સંતુષ્ટ નહોતા. હેમંત સોરેને અત્યાર સુધીની પૂછપરછમાં માત્ર હા અને નામાં જ જવાબ આપ્યા છે. મળતી વિગતો મુજબ EDના અધિકારીઓએ હેમંત સોરેનને 40થી વધુ પ્રશ્નો પૂછ્યા છે. ઘણા સવાલો સાંભળીને હેમંત સોરેન ED અધિકારીઓ પર ગુસ્સે થઈ ગયા હતા. આ દરમિયાન રાંચીના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ છે.
ઝારખંડના મુખ્યમંત્રી પદને લઈને હેમંત સોરેનના પરિવારમાં ચાલી રહેલા ઝઘડા બાદ એક નવું નામ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રી ચંપાઈ સોરેનનું નામ સામે આવ્યું છે. ચંપાઈ હાલમાં હેમંત સોરેનની સરકારમાં મંત્રી છે. તેઓ સરાયકેલા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. ચંપાઈ સોરેન હાલમાં પરિવહન, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ કલ્યાણ વિભાગના મંત્રી છે.
મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું કે હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવાના સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે તે કાલ્પનિક છે. ચંપાઈ સોરેનને અમારા ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
આ પહેલા મંગળવારે સીએમ સોરેન 40 કલાક બાદ અચાનક દિલ્હીથી રાંચી પહોંચ્યા હતા. સોરેને દિલ્હીથી રાંચી સુધી 1250 કિલોમીટરથી વધુ સડક માર્ગે મુસાફરી કરી હતી. અહીં તેઓ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતાઓ અને સહયોગી ધારાસભ્યોને મળ્યા. આ બેઠકમાં સીએમ સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર હતી. જો કે તે ધારાસભ્ય નથી. જેએમએમનું કહેવું છે કે બેઠકમાં વધુ વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી છે. બેઠકોમાં, ધારાસભ્યોએ હેમંત સોરેન સરકાર સાથે એકતા વ્યક્ત કરી અને કોઈના નામ વગર સમર્થનના પત્ર પર સહી પણ કરી.
અગાઉ મંગળવારે આ કેસમાં નાટકીય વળાંક જોવા મળ્યો જ્યારે હેમંત સોરેન અચાનક ગાયબ થઇ ગયા હતા. આ પછી તેમની શોધ ફરી શરૂ થઈ. પરંતુ સાંજ સુધીમાં તેઓ રાંચીમાં પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરતા જોવા મળ્યા હતા. ભાજપના એક નેતાએ ગુમ થવાનું પોસ્ટર પણ લગાવ્યું હતું.