ગીતના કોપીરાઈટને લઇને કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટની કોમર્શિયલ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો હતો
ગુજરાતી સિંગર કિંજલ દવે માટે આજે રાહતનાં સમાચાર આવ્યા છે. “ચાર ચાર બંગડીવાળી ગાડી” ગીતને લઈને કિંજલ દવે ઘણી લોકપ્રિય થઈ હતી. આ ગીતે સોશિયલ મીડિયામાં ભારે ધુમ મચાવી હતી. આ ગીતને લઈને કિંજલ દવે ઉપર કોપીરાઈટનો કેસ કર્યો હતો. જેને લઈને આજે કોર્ટમાં કંપની દ્વારા “ચાર ચાર બંગડીવાળી ગાડી” ગીતનો હક પોતાની પાસે છે તે સાબિત ન કરી શકતા કોર્ટે કેસ રદ્દબાતલ કર્યો છે.
અગાઉ કિંજલ દવે ઉપર રેડ રીબોન એન્ટરટેઇન્મેન્ટ નામની કંપની દ્વારા આ ગીતના કોપીરાઈટને લઇને અમદાવાદ સિટી સિવલ કોર્ટની કોમર્શિયલમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતના કોપીરાઈટ હક્કો કંપનીએ કાર્તિક પટેલ નામની વ્યક્તિ પાસેથી ખરીદેલા છે. જેથી આ ગીતના કોપીરાઈટના હક્કો કંપની પાસે હોવાથી કંપનીની મંજૂરી વગર કિંજલ દવે કે અન્ય કોઇ વ્યક્તિ આ ગીતને ગાઇ શકે નહીં અને ડિજિટલ પ્લેટફોર્મ પર મુકી શકે નહીં.
આ કેસ બાદ કિંજલ દવેને “ચાર ચાર બંગડીવાળી ગાડી” ગીત ગાવા પર પ્રતિબંધ લાગ્યો હતો. તેમજ કોર્ટે કિંજલ દવેને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ત્યારે આજે કોર્ટ તરફથી કિંજલ દવેને રાહત મળી છે. રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. દ્વારા પોતે કરેલ કોપી રાઈટનો દાવો સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. કોર્ટ દ્વારા કોપીરાઇટનો આ કેસ ખારીજ કરવામાં આવ્યો છે.
કોમર્શિયલ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં કોપીરાઇટનો દાવો કરનાર રેડ રીબોન એન્ટરટેઇર્ન્મેટ પ્રા. લી. નામની કંપની ગીત સંદર્ભે કોપીરાઇટના હક્કો પોતાની પાસે હોવાનું કોર્ટ સમક્ષ સાબિત કરી શકી ન હતી. જેથી આજરોજ કોમર્શિયલ કોર્ટ દ્વારા કિંજલ દવે સામે કરવામાં આવેલો કોપીરાઇટનો કેસ ખર્ચ સાથે રદ બાતલ કરી કાઢી નાંખ્યો છે.
આ પણ વાંચો 👇