BCCIનો એવોર્ડ ફંક્શન દર ચાર વર્ષે યોજાય છે, આ પહેલા આ પહેલા વર્ષ 2019માં યોજાયો હતો
રવિ શાસ્ત્રીને સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
ફારૂક એન્જિનિયરને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
આજે હૈદરાબાદમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ ફંક્શનમાં મોહમ્મદ શમી, શુભમન ગિલ, રવિચંદ્રન અશ્વિન અને જસપ્રિત બુમરાહને ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. વાસ્તવમાં, આ ખેલાડીઓને 2019 થી 2023 સુધીના વર્ષના શ્રેષ્ઠ ખેલાડીઓ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે BCCIનો એવોર્ડ ફંક્શન દર ચાર વર્ષે યોજાય છે. આ પહેલા આ સમારોહ છેલ્લે 2019માં યોજાયો હતો.
જુઓ કોને મળ્યો કયો એવોર્ડ
રવિ શાસ્ત્રી- સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
ફારૂક એન્જિનિયર- સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ- પુરુષ
શુભમન ગિલ- (2022-23)
જસપ્રીત બુમરાહ- (2021-22)
રવિચંદ્રન અશ્વિન- (2020-21)
મોહમ્મદ શમી- (2019-20)
ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ- મહિલા
દિપ્તી શર્મા- (2019-20), (2022-23)
સ્મૃતિ મંધાના- (2020-21), (2021-22)
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ એવોર્ડ- પુરુષ
યશસ્વી જયસ્વાલ- (2022-23)
શ્રેયસ ઐયર- (2021-22)
અક્ષર પટેલ- (2020-21)
મયંક અગ્રવાલ- (2019-20)
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ એવોર્ડ- મહિલા
પ્રિયા પુનિયા- (2019-20)
શેફાલી વર્મા- (2020-21)
સબનેની મેઘના- (2021-22)
અમનજોત કોર- (2021-22)
દિલીપ સરદેસાઈ એવોર્ડ- પુરુષ
રવિચંદ્રન અશ્વિન (ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ, 2022-23)
યશસ્વી જયસ્વાલ (ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન, 2022-23)
લાલા અમરનાથ એવોર્ડ- ઘરેલુ ક્રિકેટના મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ઓલરાઉન્ડર પ્રદર્શન
બાબા અપરાજિત- (2019-20)
ઋષિ ધવન- (2020-21), (2021-22)
રિયાન પરાગ- (2022-23)
લાલા અમરનાથ એવોર્ડ- રણજી ટ્રોફીમાં ઓલરાઉન્ડર પ્રદર્શન
એમ.બી.મુરાસિંગ- (2019-20)
શમ્સ મુલાણી- (2021-22)
સારંશ જૈન- (2022-23)
માધવરાવ સિંધિયા એવોર્ડ – રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
જયદેવ ઉનડકટ- (2019-20)
શમ્સ મુલાણી- (2021-22)
જલજ સક્સેના- (2022-23)
માધવરાવ સિંધિયા એવોર્ડ – રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
રાહુલ દલાલ- (2019-20)
સરફરાઝ ખાન- (2021-22)
મયંક અગ્રવાલ- (2022-23)