‘Emergency’: કંગના રનૌતે આગામી રાજકીય ડ્રામાનું નવું પોસ્ટર શેર કર્યું, આ તારીખે થિયેટરોમાં રિલીઝ થશે

‘Emergency-to-release-on-THIS-date-check-out-the-first-poster

ફિલ્મ ‘Emergency’ માં કંગના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે

અભિનેત્રી કંગના રનૌત બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી એક્ટરોમાંની એક છે. જે ફિલ્મોમાં તેમના કામ કરતાં સોશિયલ મીડિયા વિરોધીઓ માટે વધુ વખત ચર્ચામાં રહે છે. કંગના તેમની નવી ‘Emergency’ ફિલ્મને 20મી ઑક્ટોબર 2023ના રોજ રિલીઝ કરવા માગતા હતા, પરંતુ તે સમયે અન્ય ફિલ્મો રિલીઝ થઈ રહી હોવાથી તે થઈ શકી નહી. જો કે, તેમણે તેમની આગામી ફિલ્મ ઇમરજન્સી ખૂબ ચર્ચામાં છે અને નિર્માતાઓએ હવે તેનું ફર્સ્ટ લૂક પોસ્ટર અનાવરણ કર્યું છે. 23 જાન્યુઆરીએ ફિલ્મની નવી રિલીઝ તારીખની જાહેરાત કરવા માટે તેમના સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ્સ પર ઈન્દિરા ગાંધી તરીકે પોતાનું એક નવું પોસ્ટર શેર હર્યું હતું. કંગનાએ જણાવ્યું કે ફિલ્મ હવે 14 જૂન, 2024 ના રોજ રિલીઝ થવાની છે.

કંગના રનૌત આ ફિલ્મ ‘ઇમરજન્સી’ જાહેરાત થયાના દિવસથી જ બધાનું ધ્યાન ખેંચી રહી છે. આ ફિલ્મ તે સમય પર આધારિત છે જ્યારે 25મી જૂન 1975થી 21મી માર્ચ 1977 સુધી દેશભરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. કંગના આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા પણ નિભાવતી જોવા મળશે.

અભિનેત્રીએ પોતાના એક્સ (X) હેન્ડલ પર ટ્વિટ્ટ કરીને લખ્યું, “ભારતના સૌથી અંધકારમય સમય પાછળની વાર્તાને અનલોક કરો. 14મી જૂન 2024ના રોજ #ઇમરજન્સીની ઘોષણા. 14મી જૂન 2024ના રોજ સિનેમાઘરોમાં સૌથી ભયંકર અને ઉગ્ર વડાપ્રધાન #ઇન્દિરાગાંધી સિનેમાઘરોમાં #ઇમર્જન્સીના ગર્જના તરીકે સાક્ષી ઈતિહાસ જીવંત થાય છે. કંગનાએ માત્ર મુખ્ય ભૂમિકા જ નથી ભજવી પરંતુ તેણે ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે.

અભિનેત્રીએ મૂવી માટે રિલીઝ ડેટ ફાઇનલ કરી છે અને તારીખ 14મી જૂન 2024 છે. તે ઝી સ્ટુડિયો પ્રોડક્શન હશે અને વિશ્વભરમાં રિલીઝ થશે. નીચેના પોસ્ટર પર એક નજર નાખો.