વધુ એક આંખની હોસ્પિટલમાં બેદરકારી ઓપરેશન બાદ 17 દર્દીઓ દ્રષ્ટી ગુમાવતા હોબાળો

17-patients-infection-eye-after-operation-of-motiya-bind-eye-in-Mandal

માંડલમાં ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયો ઉતરાવનાર દર્દીઓને આંખેથી દેખાતું બંધ થતા વિવાદ, 17થી વધુ દર્દીઓને થઈ આડઅસર

રાજ્યમાં ફરી એકવાર મોતિયાકાંડ થયો છે. વારંમવાર આંખની હોસ્પિટલોની બેદરકારીની ઘટના બનતી જ રહે છે. વધુ એક અમદાવાદ ગ્રામ્યમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને કારણે આંખની સારવાર માટે આવેલા 15 દર્દીને દૃષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો હતો. અમદાવાદના માંડલમાં આંખની હોસ્પિટલમાં તબીબ દ્વારા સારવાર દરમિયાન બેદરકારી સામે આવી છે. મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને આડઅસર થઈ છે. 18 લોકોના મોતિયાના ઓપરેશન કરવામા આવ્યા હતા. ઓપરેશન બાદ 5 લોકોને આંખની વધુ તકલીફો થઈ હતી. તમામ દર્દીઑ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના છે. 5થી વધુ દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. માંડલ ખાતેની ટ્રસ્ટની હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર હેઠળ છે. દર્દીઓને આંખથી દેખાતુ ન હોવાની હોબાળો થયો છે. સિવિલ હોસ્પીટલના આંખના તબીબો માંડલ ખાતે પહોંચ્યા છે.

આંખમાં રોશનીની અસર

માંડલમાં આવેલો શ્રી રામાનંદ આંખની હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલીત છે જે સારવાર દરમિયાન બાદ દર્દીઓની આંખની રોશનીને અસર થતા. પાંચ 5 દર્દીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. જેમાં 3 મહિલાઓ અને 2 પુરૂષોને હાલ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ તમામ દર્દીઓની સારવાર શરૂ કરવામા આવી છે.

1. 55 વર્ષના વિરમગામના મહિલા ચંદુબેન મારવાડી.

2. 60 વર્ષના હારીજ પાટણ ના વશરામ ભરવાડ

3. 50 વર્ષના મહિલા બાલુબા દરબાર. વિઠલપુર

4. 80 વર્ષના માંડલ ના શાંતાબેન રાઠોડ

5. 64 વર્ષના રામાભાઈ મનુભાઈ વાંઝા. સુરેન્દ્રનગર

ઓપરેશન બાદ નાખવામાં આવતા ટીપાંના કારણે રોશનીને અસર થઈ

તબીબોના મત અનુસાર મોતીયાના ઓપરેશન બાદ નાખવામાં આવતા ટીપાંના કારણે રોશનીને અસર થઈ હોવાની આશંકા છે. 5 દર્દીઓની ઉંમર 50 વર્ષથી વધુની હોવાનું સામે આવ્યું છે. ગત મોડી સાંજે 5 થી 8 ના સમયગાળામાં દર્દીઓને દાખલ કરાયા હતા. તમામ દર્દીઓને ઓપરેશન બાદ એક જ આંખમાં રોશનીની અસર થઈ છે. સારવાર બાદ યોગ્ય સમાન્ય દ્રષ્ટિ થવાની શક્યા પણ હોવાનું તબીબો કહી રહ્યાં છે.

રાજ્યમાં ફરી એકવાર મોતિયાકાંડ

રાજ્યમાં ધણી આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવતી રહે છે. આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને કારણે આંખની સારવાર માટે આવેલા 15 દર્દીને દૃષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો હતો. એક ઘટના અમરેલી જિલ્લાની હતી. અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં 25 જેટલા વૃદ્ધોએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. દાવો છે કે, ઓપરેશન બાદ દર્દીઓની આંખમાં બળતરા થવા લાગી હતી. ધીમે ધીમે બળતરા વધી ત્યારબાદ તેમને ઝાંખુ દેખાવા લાગ્યું અને આખરે દેખાતું જ બંધ થઈ ગયું હતું