લિહોડામાં દારૂ પીવાથી બેના મૃત્યું અન્ય 8 લોકો ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ

Death-Of-Two-Persons-In-Lihoda-Gandhinagar

લઠ્ઠાકાંડનો નહીં હોવાનો પ્રાથમિક અહેવાલ, ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયાનો એક્સપર્ટનો અહેવાલ

દારૂ જેવું નસીલુ પ્રવાહી પીધા બાદ નાનકડા ગામમાં મચી ગયો હાહાકાર

ગાંધીનગર જિલ્લામાં લઠ્ઠાકાંડ હોવાનો આશંકાના અહેવાલ પ્રાપ્ત થાય છે. દહેગામના લિહોડામાં બે વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યુ થયા હતા. આ ધટનાને લઈને અન્ય આઠ લોકોને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ કરાયા છે. લઠ્ઠાકાંડ હોવાની આશંકાએ પોલિસે સર્ચ ઓપરેશન પોલિસે હાથ ધરી હતું

SP રવિ તેજા વાસમ શેટ્ટીએ ગાંધીનગરમાં શંકાસ્પદ મોતને લઈને કહ્યું હતું કે ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયાનો એક્સપર્ટનો અહેવાલ છે. પ્રતાપસિંહ નામના બુટલેગર પાસેથી મૃતકોએ દારૂ પીધો હોવાનો ખુલાસો થયો છે. લઠ્ઠાકાંડની આશંકાએ પોલીસે 10 ટીમો બનાવીને ગામમાં તપાસ કરી હતી. દારૂ પીતા દેહગામના લિહોડામા પાંચ લોકોને સારવાર હેઠળ ખસેડાયા છે. બધાની સારવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે જેમાંથી એક દર્દીને આઈસીયુમાં સારવાર અપાઇ રહી છે.

ઝેરી દારૂનો FSLનો રિપોર્ટમાં મિથેનોલની હાજરી નહિ

SP રવિ તેજા વાસમ શેટ્ટીએ કહ્યું હતું કે FSLના રિપોર્ટમાં મિથેનોલ આલ્કોહોલની હાજરી મળી આવી નથી. બુટલેગર પ્રતાપસિંહ પાસેથી આ લોકોએ દારૂ લીધો હતો. એક્સપર્ટનો અહેવાલ મુજબ આ લોકોનો ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયો છે. દસ ટુકડી બનાવી પોલીસે ગામમાં તપાસ કરી હતી. પોલીસે ચાર લોકોની સામે કેલ દાખલ કરીને પાંચ આરોપીની અટકાયત કરી છે.

108ને લીહોડા ગામમાં સ્ટેન્ડ બાય રખાઈ

ગામના સરપંચ અજીતસિંહે મુજબ બે લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે. ગામમાં ઘટનાના પગલે બે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. કાનજી ઉમેદસિંહ ઝાલા અને વિક્રમ રંગતસિંહ નામના બે લોકોના મોત થયા છે. સરપંચે સ્વીકાર કર્યો હતો

36 વર્ષીય વિક્રમસિંહની દારૂની લતના કારણે બે બાળકોએ પિતા ગુમાવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતદેહ પરિવારજનોને સોંપાયા હતા. મૃતૃકના પિતાએ કહ્યું કે અમે ખેતરે ગયા હતા અને સાંજે 5 કલાકે વિક્રમની તબિયત લથડી હતી. પરત આવતા તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરિવારમાં ત્રણ ભાઈઓ છે અને મૃતૃક વિક્રમને બે પુત્ર છે.

સિવિલ હોસ્પિટલ એસોસિયે ડો.શશી મુંધ્રા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર ડો.શશી મુંધ્રાએ કહે છે કે, લીહોડાથી લવાયેલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિચલ ખાતે દર્દીઓને સારવારમાં છે. જેમાં એક દર્દીની હાલત નાજુક છે. જ્યારે બીજા દર્દીઓની હાલત સારી છે. અને બે દર્દીઓના રાત્રે મૃત્યુ થયા હતા.