પાસવર્ડ વગર પણ તમારું ગૂગલ એકાઉન્ટ હેક થઈ શકે, હેકર્સથી બચવા શું કરવુ? જાણો ઉપાય

google-hack

યૂઝર્સ દ્વારા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ રિસેટ કર્યા બાદ પણ હેકર્સ તેમના ગૂગલ એકાઉન્ટને યૂઝ કરી શકે

ઓનલાઈન યૂઝર્સની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઈમથી બચીને રહેવાની હોય છે. સાયબર ક્રિમિનલ્સ દરરોજ ઈન્ટરનેટ યૂઝર્સની પ્રાઈવસીને હેક કરવાની રીત શોધતા રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે હેકર્સે એક એવો રસ્તો શોધી કાઢ્યો છે જેના દ્વારા હેકર્સ પાસવર્ડ નાખ્યા વગર તમારા Google એકાઉન્ટની એક્સેસ મેળવી શકે છે. જો તમે તમારા Google એકાઉન્ટનો પાસવર્ડ રીસેટ કર્યો હોય તો પણ આ નવી ટ્રીકને કારણે હેકર્સ તમારા એકાઉન્ટને સરળતાથી એક્સેસ કરી શકે છે. આ મુદ્દો ત્યારે પહેલી વખત સામે આવ્યો જ્યારે એક હેકરે ઓક્ટોબર 2023માં ટેલીગ્રામ ચેનલ પર આ વિશે પોસ્ટ કરી.

સાયબર ક્રિમિનલ્સે એક એવી રીત શોધી છે, જેની મદદથી તેઓ કોઈ પણ યૂઝર્સના Google એકાઉન્ટનું એક્સેસ વિના પાસવર્ડ પણ મેળવી શકો છો. જો યૂઝર્સ પોતાના Google એકાઉન્ટનો પાસવર્ડ રીસેટ પણ કરી દેશે તો પણ હેકર્સ યૂઝર્સના Google એકાઉન્ટનો ઉપયોગ કરવામાં સક્ષમ રહેશે.

રિપોર્ટમાં જણાવાયુ છે કે કેવી રીતે થર્ડ પાર્ટી કુકીઝમાં ભૂલના કારણે યૂઝર્સ Google એકાઉન્ટનું એક્સેસ હેકર્સને મળી શકે છે. થર્ડ પાર્ટી કુકીઝનો ઉપયોગ વેબસાઈટ અને બ્રાઉઝર્સ દ્વારા યૂઝર્સને ટ્રેક કરવા અને તેમની જરૂરિયાત અનુસાર જાહેરાત બતાવવા માટે કરવામાં આવે છે. આ સિવાય Google કુકીઝની મદદથી યૂઝર્સના પાસવર્ડને સેવ કરીને રાખે છે જેથી તેમને બીજી વખત લોગઈન કરવા માટે પાસવર્ડની જરૂર પડે નહીં પરંતુ હેકર્સે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનને બાયપાસ કરવાની નવી રીત શોધી લીધી છે.

જોકે, ગૂગલે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે તે આવા સાયબર જોખમોથી બચવા માટે પોતાના સિક્યુરિટી સિસ્ટમને સતત અપગ્રેડ કરી રહ્યુ છે અને યૂઝર્સની મજબૂત સિક્યુરિટી માટે નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ગૂગલે ક્રોમ બ્રાઉઝર માટે થર્ડ પાર્ટી કુકીઝને બ્લોક કરવાનું પણ એલાન કર્યું છે, જેનો ફાયદો આવનાર અમુક દિવસોમાં તમામ યૂઝર્સને મળવાનો શરૂ થઈ શકે છે.

એકાઉન્ટ હેકથી બચવા માટે કરો આ કામ
તમારે તમારા કમ્પ્યુટરને સમયાંતરે સ્કેન કરવું જોઈએ અને જો કોઈ માલવેર મળી આવે, તો તેને તરત જ દૂર કરો. આ સિવાય, ક્રોમમાં એન્હાન્સ્ડ સેફ બ્રાઉઝિંગ વિકલ્પને ચાલુ કરો, આ ફીચર તમને ફિશિંગ અને માલવેરથી બચાવવામાં મદદ કરશે.