ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને થશે મહામુકાબલો, T20 વર્લ્ડકપ 2024નું શિડ્યુલ જાહેર

T20 વર્લ્ડકપમાં પહેલી વખત 20 ટીમો સામેલ થશે. T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે

ICCએ આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં થનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 1 જૂનથી શરૂ થશે. પ્રથમ મેચ યુએસએ અને કેનેડા વચ્ચે રમાશે. આગામી T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં હાઈ-વોલ્ટેજ મેચ રમાશે. T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાવાની છે. ભારતની તમામ ગ્રુપ મેચો યુએસએમાં રમાશે. ભારત તેના અભિયાનની શરૂઆત જૂને આયર્લેન્ડ સામે 5 ન્યૂયોર્કમાં કરશે.

T20 વર્લ્ડકપ 2024 એક નવા ફોર્મેટમાં આયોજિત કરાશે, જેમાં પહેલી વખત 20 ટીમો સામેલ થશે. આ ટીમને પાંચ-પાંચના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. પ્રત્યેક ગ્રૂપમાંથી બે ટીમ સુપર 8માં પહોંચશે. જે બાદ ચાર-ચાર ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે. આ ગ્રૂપમાંથી બે ટોચની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે અને આ ટૂર્નામેન્ટની ફાઈનલ 29 જૂને રમાશે.

T20 વર્લ્ડ કપની મેચો યુએસએમાં ત્રણ સ્થળોએ અને કેરેબિયનમાં છ સ્થળોએ રમાશે. 29 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 20માંથી 10 ટીમો તેમની પ્રથમ મેચ યુએસએમાં રમશે. જેમાંથી 16 મેચ લોડરહિલ, ડલ્લાસ અને ન્યૂયોર્કમાં યોજાશે.ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્લોકબસ્ટર મેચ 9 જૂને લોંગ આઈલેન્ડના ન્યૂ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.કેરેબિયનના છ અલગ-અલગ ટાપુઓમાં 41 મેચો રમાશે, જેમાં સેમિફાઇનલ ત્રિનિદાદ અને ટોબેગો અને ગયાનામાં અને ફાઇનલ 29 જૂને બાર્બાડોસમાં થશે.

T20 વર્લ્ડ કપમાં 12 ટીમોને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે જ્યારે 8 ટીમોએ ક્વોલિફાઈ કરીને પ્રવેશ મેળવ્યો છે. જેમાં “ભારત, વેસ્ટ ઈન્ડિઝ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ” ડાયરેક્ટ એન્ટ્રી મેળવનાર ટીમ છે. જ્યારે “આયરલેન્ડ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની, કેનેડા, નેપાળ, ઓમાન, નામીબિયા, યુગાન્ડા” ક્વોલિફાઈ થયેલ ટીમ છે.

T20 વર્લ્ડ કપ 2024માં રમનાર ટીમની ગ્રૂપ વાઈસ વહેંચણી
ગ્રૂપ A- ભારત, પાકિસ્તાન, આયરલેન્ડ, કેનેડા, અમેરિકા
ગ્રૂપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રૂપ C- ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યૂ ગિની
ગ્રૂપ D- સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

T20 વર્લ્ડ કપ 2024માં ભારતની ગ્રુપ સ્ટેજની મેચો
ભારત vs આયરલેન્ડ- 5 જૂન, ન્યૂયોર્ક
ભારત vs પાકિસ્તાન- 9 જૂન, ન્યૂયોર્ક
ભારત vs અમેરિકા- 12 જૂન, ન્યૂયોર્ક
ભારત vs કેનેડા- 15 જૂન, ફ્લોરિડા
ટી20 વિશ્વકપ શિડ્યૂલ 2024

T20 વર્લ્ડ કપ 2024 શેડ્યૂલ
ગ્રૂપ સ્ટેજ- 1થી 18 જૂન
સુપર 8 મેચ- 19થી 24 જૂન
સેમીફાઈનલ- 26 અને 27 જૂન
ફાઈનલ- 29 જૂન