દેશ-વિદેશના 15લાખથી વધુ ફૂલ-છોડ, 7 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલ 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર તેમજ અદભુત શિલ્પકૃતિઓ ધરાવતો આ મનમોહક ફ્લાવર શૉ તા.15 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે અને અમદાવાદના પ્રકૃતિપ્રેમી નગરજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024’નો શુભારંભ કરવામાં આવ્યો હતો અને પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વડનગરના તોરણની પ્રતિકૃતિવાળા આકર્ષક પ્રવેશદ્વાર સહિત સ્ટેચ્યૂ ઑફ યુનિટી, નવું સંસદ ભવન, મોઢેરાનું સૂર્ય મંદિર, ચંદ્રયાન-3, સાત અશ્વ અને ઓલિમ્પિકની થીમ આધારિત રંગબેરંગી ફૂલોમાંથી તૈયાર કરાયેલ વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી હતી. આ સુંદર આયોજન બદલ અમદાવાદ કોર્પોરેશનની સમગ્ર ટીમને બિરદાવી હતી.
શહેરમાં રિવરફન્ટ આગામી 15 દિવસ સુધી દેશ વિદેશના લાખોની ફૂલોની ફોરમથી મહેકતું રહેશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024’ના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો, અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે.
આ ફ્લાવર શો આજથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. જેમા સવારે 9થી રાત્રે 10 સુધી પ્રવેશ આપવામાં આવશે. ફ્લાવર શોમાં આવતાં લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 50 રૂપિયા લેવામાં આવશે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂ. 75 ફી પેટે વસૂલવામાં આવશે. આ ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે.
અમદાવાદના રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. ફ્લાવર શોમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા જોવા મળશે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને જર્મની, આફ્રિકા, સિંગરપુર, યુરોપિયન દેશો વગેરેમાંથી 30થી વધારે વિદેશી ફૂલ છોડની જાતો લોકોને જોવા મળશે.
વધુમાં આ ફ્લાવર શૉમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવનાર છે. આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યઓ, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન, મ્યુનિસિપલના પદાધિકારીઓ, અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ફ્લાવર શો આજથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. જેમા સવારે 9થી રાત્રે 10 સુધી પ્રવેશ આપવામાં આવશે. ફ્લાવર શોમાં આવતાં લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 50 રૂપિયા લેવામાં આવશે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂ. 75 ફી પેટે વસૂલવામાં આવશે. આ ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે.