18 કેબિનેટ, 6 રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર અને 4 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા
કૈલાશ વિજયવર્ગીય શપથ લેનારા સૌ પ્રથમ હતા : પ્રહલાદ પટેલ પણ કેબિનેટ મંત્રી બન્યા
મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વવાળી ભાજપ સરકારનું પહેલું કેબિનેટ વિસ્તરણ સોમવારે થયું હતું. આ અંતર્ગત ભાજપના કુલ 28 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. જેમાં 18 કેબિનેટ, 6 રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર અને 4 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા છે. રાજ્યપાલ પટેલે બપોરે 3:30 વાગ્યે રાજભવન ખાતે મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
રાજભવનમાં આયોજિત મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ હાજરી આપી હતી. કેબિનેટ વિસ્તરણ પહેલા સીએમ મોહન યાદવે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલ મંગુભાઈ પટેલે તમામ મંત્રીઓને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવી છે. રાજ્યપાલે સૌ પ્રથમ વિજય શાહ, કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ પટેલ, રાકેશ સિંહ અને કરણ સિંહ વર્માને મંત્રી પદની શપથ અપાવી હતી. ઉલ્લેખનિય છે કે રવિવારે મુખ્યમંત્રી મોહન યાદવ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પછી રાજ્યપાલ મંગુભાઇ પટેલ પટેલ સાથે મુલાકાત કરી અને મંત્રીઓની યાદી સોંપી હતી. નીચે જુઓ મંત્રીઓની સંપૂર્ણ લિસ્ટ.▼
મધ્યપ્રદેશમાં શપથ લેનાર મંત્રીઓના નામ
કેબિનેટ મંત્રી
પ્રહલાદ પટેલ
કૈલાશ વિજયવર્ગીય
કરણ સિંહ વર્મા
પ્રદ્યુમ્ન સિંહ તોમર
વિજય શાહ
રાકેશ સિંહ
તુલસી સિલાવટ
એદલસિંહ કસાના
નારાયણ સિંહ કુશવાહા
સંપત્તિયા ઉઈકે
ઉદય પ્રતાપ સિંહ
નિર્મલા ભુરીયા
વિશ્વાસ સારંગ
ગોવિંદસિંહ રાજપૂત
ઇન્દરસિંહ પરમાર
નાગરસિંહ ચૌહાણ
ચૈતન્ય કશ્યપ
રાકેશ શુક્લા
રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
કૃષ્ણ ગૌર
ધર્મેન્દ્ર લોધી
ગૌતમ ટેટવાલ
નારાયણ પવાર
દિલીપ જયસ્વાલ
લેખન પટેલ
રાજ્ય મંત્રી
રાજ્ય મંત્રી
રાધા સિંહ
દિલીપ અહિરવાર
નરેન્દ્ર શિવાજી પટેલ
પ્રતિમા બાગરી
સીએમ મોહન યાદવે જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જંગી જીત હાંસલ કર્યા પછી, અમારી ડબલ એન્જિન સરકાર પીએમ મોદી અને જેપી નડ્ડા તથા ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે.’
નોંધનીય છે કે ગયા મહિને યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 163 અને કોંગ્રેસે 66 બેઠકો પર જીત મેળવી હતી. 13 ડિસેમ્બરના રોજ ભાજપના નેતૃત્વવાળી રાજ્ય સરકારની રચના ત્યારે થઈ જ્યારે મુખ્યમંત્રી મોહન યાદવ અને બે ઉપમુખ્યમંત્રી જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ લીધા.