ગાંધીના ગુજરાતમાં હવે દારૂની છૂટ, ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપવામાં આવી

GiftCity

ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને કંપની જેને પરવાનગી આપે તેવા મુલાકાતીઓને વાઇન એન્ડ ડાઈનની સુવિધા આપવામાં આવશે

ગુજરાતમાં દારુબંધીના અમલ વચ્ચે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી એટલે કે “ગિફ્ટ સિટી” ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી,અધિકારી તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને દારુ પીવા માટે મુક્તિ આપવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને કંપની જેને પરવાનગી આપે તેવા મુલાકાતીઓને વાઇન એન્ડ ડાઈનની સુવિધા આપવામાં આવશે. આ લોકો હોટલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકાશે પરંતુ, હોટલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.

નવા વર્ષમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની છે, તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં આવેલ ગીફ્ટસીટીની મુલાકાતે આવતા લોકો માટે લીકર મુક્તિનો નિર્ણય લેવાયો છે. ગિફ્ટ સિટી એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્સપર્ટ તેમજ ગિફટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફટ સિટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવાયો છે.

નવા વર્ષમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની છે. વાયબ્રન્ટ ગુજરાતમાં અનેક લોકો દેશ-વિદેશમાંથી ડેલિગ્રેશન આવતા હોય છે. તેવામાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં મુલાકાતે આવતા અને ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓ માટે એક્સેસ લીકરની મંજૂરી આપવામાં આવશે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કર્મચારીઓ અને મુલાકાતીઓને દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. બહારથી આવતા મુલાકાતીઓ અને કર્મચારીઓને એક્સેસ લીકરની મંજૂરી અપાઈ છે. પરંતુ હા…હોટલ કે રેસ્ટોરન્ટમાં દારૂનું વેચાણ નહીં થાય.

સરકારે પ્રેસનોટ જાહેર કરી માહિતી આપી છે કે, ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.

કોને મળી છૂટછાટ :
આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ, માલિકોને લીકર એકસેસ પરમીટ – દારુ પીવાની છૂટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી ” વાઈન એન્ડ ડાઈન ” આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં દારુ પી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

વાઇન એન્ડ ડાઈનની સુવિધા :
ગિફ્ટ સિટી ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઈનની સુવિધા એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે.

નિયંત્રણની કામગીરી :
ગિફ્ટ સિટીમાં દારુબંધીના કાયદાના અમલમાં છૂટ મૂકવાની સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય ગીફ્ટસીટી વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં દારુ અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

નોંધનીય છે કે, ભલે ગુજરાતમાં દારૂબંધી હોય અને ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવતું હોય, તેમ છતાં ગુજરાતમાં દારૂ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે. અને તે પણ લીગલ એટલે કે કાયદામાં રહીને વેચાય છે. અમદાવાદમાં 2016-17માં 2.42 કરોડની આવક થઈ હતી, જે 2017-18માં થોડી ઘટીને 2.34 કરોડની થઈ ગઇ છે. સુરતમાં 2016-17ના વર્ષમાં દારૂનાં વેચાણ થકી 5 કરોડ 16 લાખની આવક થઈ હતી, જે 2017-18માં આ આંકડો સાડા પાંચ કરોડે પહોંચ્યો હતો. રાજકોટમાં 2016-17માં 1 કરોડ 87 લાખની આવક થઈ હતી, જે 2017-18માં 2 કરોડ 31 લાખની આવક થઈ હતી. ભરૂચમાં 2016-17માં સરકારને 2 કરોડ 29 લાખની આવક દારૂનાં વેંચાણથી થઈ હતી. જ્યારે 2017-18માં આ આંકડો 2 કરોડ 53 લાખ પર પહોંચ્યો હતો.