22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદની શક્યતા, 29મી ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે

ambalal-patel

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છેકે, ગુજરાતમાં 22 અને 23 ડિસેમ્બરના રોજ માવઠું થવાની શક્યતા છે. જ્યારે 29 ડિસેમ્બરની આસપાસ ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આગામી સમયમાં અરબ સાગરમાં ભેજ અને બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતવારણ રહેવાની શક્યતા છે. 17 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. 17 ડિસેમ્બરે પણ બપોર પછી વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. 18 ડિસેમ્બરે પણ એવું જ વાતાવરણ રહેશે. 19 ડિસેમ્બરના દિવસે હવામાનમાં પલટો આવી શકે છે અને ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જોકે 22 અને 23 ડિસેમ્બરના રોજ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે. જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. તારીખ 22, 23 અને 24 ડિસેમ્બરમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં ભેજના કારણે તથા કેટલાક સર્ક્યુલેશનના કારણે માવઠું થવાની શક્યતા છે. વાદળછાયુ અને તેની ગતિવિધિઓ 15 ડિસેમ્બરથી શરુ થઇ ચુકી છે. સપ્તાહના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઇ શકે છે. 29મી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો વધશે.

ગુજરાતમાં અડધો ડિસેમ્બર મહિનો વીતિ ગયો હોવા છતાં પણ જોઇએ તે પ્રકારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો નથી. રાત્રીના સમયે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળે છે, પરંતુ દિવસ દરમિયાન હાલ સામાન્ય વાતાવરણ અનુભવાઈ રહ્યું છે.