બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકસાનના વળતર માટે કેન્દ્રની ગુજરાતને 338 કરોડની સહાય મંજૂર

biporjoy-cyclon

અગાઉ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને SDRF હેઠળ રૂપિયા 584 કરોડ નો પહેલો હપ્તો જાહેર કર્યો હતો

ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી લાવનાર બિપરજોય વાવાઝોડાને લઈ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ગુજરાત સરકારને 338.24 કરોડ રૂપિયાની આર્થિક સહાયની મંજૂરી આપી દીધી છે. આ અગાઉ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને SDRF હેઠળ રૂપિયા 584 કરોડ નો પહેલો હપ્તો જાહેર કર્યો હતો. બિપરજોય વાવાઝોડું આ વર્ષે 16 જુને ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 140 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો, જેના કારણે ખેડૂતોના પાક, વૃક્ષો, વીજળીના થાંભલાઓને મોટાપાયે નુકસાન થયું હતું, તો આ વાવાઝોડાના કારણે કેટલાક મકાનો પણ તણાઈ ગયા હતા.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકસાન માટે કેન્દ્ર પાસે 700 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી,

બિપોર વાવાઝોડાના પગલે ગુજરાતના જુનાગઢ, પોરબંદર સહિતના અનેક જિલ્લાઓમાં 1752 કરોડથી પણ વધારેનું નુકસાન થયુ હતુ.જેમાં સરકારે 742 કરોડની રુપિયાની વળતરની માગણી કરી હતી. 31 જુલાઈ સુધી કોઈપણ સહાય મળી ન હતી. જો કે કેન્દ્ર સરકારની ટીમે સર્વે કર્યો હતો અને ત્યાર બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે વાવાઝોડાના પગલે ખેતરમાં પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતુ.તેને સર્વે રાજ્ય સરકારે કર્યો હતો. ગુજરાત સરકારે જુલાઈમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડતો માટે 240 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકારે 12 જુલાઈના રોજ 22 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) માટે 7532 કરોડ રૂપિયાનું ફંડ જારી કર્યું હતું. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને સૌથી વધુ 1420.80 કરોડ રૂપિયા જ્યારે ગોવાને એસડીઆરએફ ફંડ માટે માત્ર 4.80 કરોડ રૂપિયા જારી કર્યા હતા. કેન્દ્ર સરકારે SDRF માટે સૌથી વધુ ફંડ મહારાષ્ટ્રને જારી કર્યું હતું. કેન્દ્ર સરકારે એકનાથ શિંદે સરકાર માટે સૌથી વધુ 1420.80 કરોડ રૂપિયા ત્યારબાદ બીજા સ્થાને ઉત્તર પ્રદેશ માટે 812 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. જ્યારે SDRF ફંડ પેટે ગુજરાતને 584 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હતા.