25 ફેબ્રુઆરીએ વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઇશા નામની યુવતીએ હસતાં-હસતાં દર્દભરી પોતાની દિલની વાત કરી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. એ પહેલા ફોન પર માતા-પિતા તેને કસમ આપે છે, છતાં યુવતી આપઘાત કરી લે છે. માતા-પિતા સાથે યુવતીની અંતિમ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે જે ખૂબ જ હૃદયદ્રાવક છે. તેમા યુવતી તેના માતા-પિતાને કહે છે કે, અબ બહુત હો ગયા, અબ નહીં જીના, બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફન કર દેના.
પિતા ઝાલોર જઈને બધુ ઠીક કરી દેવા દીકરીને કહે છે
આપઘાત કરતા પહેલા યુવતીએ પોતાના માતા-પિતાને ફોન કરી પોતે મરી જાય છે અને પતિએ તેને મરવાનું કહ્યું તો તેનો વીડિયો મોકલવાનો કહ્યો હતો એટલે મેં બનાવીને મોકલ્યો છે એમ જણાવે છે. વાતચીતમાં માતા-પિતા બંને દીકરીને સમજાવે છે કે તું ઘરે આવી જા તને કસમ છે. પિતા કહે છે કાલે જ હું ઝાલોર જઈ અને બધું સરખું કરી આવીશ. છતાં આઇશા રડતાં રડતાં બસ હવે બહુ થયું. હવે નથી જીવવું કહી અને મરવાની વાત કરે છે. બચી ગઈ તો લઇ જજો અને મરી ગઈ તો દફન કરી દેજો કહે છે. માતા-પિતાની કસમ છતાં છેવટે આઇશા નદીમાં કૂદી જિંદગીનો અંત લાવી દે છે.
આઈશાએ કરેલા છેલ્લા કોલમાં તેનો તેના માતા-પિતા સાથેનો સંવાદ આઇશા: બસ આ રહી હું મેં. પિતા: કહાં પર રહ ગઈ તું? આઇશા: રિવરફ્રન્ટ પર હું, આ રહી હું મેં. પિતા:કહાં પર રહ ગઈ તું? મેં મોન્ટુ કો ભેજતા હું, હેલ્લો સોનુ, મેરી બાત સુન બેટા આઇશા: (રડતાં-રડતાં) મુજે કુછ નહીં સુનના પપ્પા પિતા: દેખ ગલત બાત મત કર, લેં અમ્મી સે બાત કર આઇશા:મુજે કુછ નહીં સુનના, બે પાની મેં કૂદને તક કા કામ હૈ માતા: નહીં બેટા ઐસા કામ મત કરના આઇશા: અબ બહોત હો ગયા માતા: ઐસા કરને સે લોગ બોલેગેં કે યે ખરાબ થી આઇશા: જીસે જો ચાહે બોલના હૈ માતા: ઐસા કામ નહીં કરના આઇશા: બહુત હુઆના મોમ માતા: ઐસા કુછ નહી કરના આઇશા: બસ પાનીમેં કૂદના હૈ, નહીં જીના માતા: તેરે બાબા કી કસમ ઐસા કામ મત કરના આઇશા: મેરે કો નહીં જીના, મેં થક ગઈ હું માતા: ઐસા કુછ નહીં અલ્લાહ માલિક હૈ, માફ કરેગા, (તેના પિતા સમજાઓ વચ્ચે બોલે છે), સોનુ આઇશા: ઉનકો નહીં આના મેરી જિંદગી મેં, આઝાદી ચાહિએ તો આઝાદી દે દી હૈ ના, ઉસે આઝાદી ચાહિએ ના, બોલતા હૈ મરને જા રહી હૈ તો વીડિયો બનાકે ભેજ દેના. તાકિ પુલિસ લપેટ ન દે, મૈને વીડિયો દે દી ઉસકો, ઠીક હૈ, મૈં મરને જા રહી હું., તુમ્હારે વહાં કોઈ નહીં આયેગા માતા: ઐસા કરના હી નહીં કુછ ભી આઇશા: વીડિયો ભેજ દી, અભી મરના ચાહતી હૂં, બસ બહુત હુઆ, થક ગઈ હૂં જિંદગી લાઈફ સે, ડેડ હો ગઈ હું કબતક હસું મેં માતા: કુછ ભી ઐસા નહીં હોગા (તેના પિતા વચ્ચે સમજાલો) પપ્પા કલ ઝાલોર જાતે હૈ આઇશા: અબ નહીં અબ લેટ હોઈ ગઈ હૈ માતા:કુછ લેટ નહીં હુઓ પપ્પા કલ ઝાલોર જા રહે હૈ આઇશા: લેટ હો ગયા માતા: શાંતિ રાખ આઇશા: નહીં મમ્મા મુજે અબ નહીં જીના પિતા: સોનુ આઇશા: અબ નહીં જીના પિતા: સોનુ, નહીં બેટા સોનુ, મેરી બાત સુન આઇશા: પપ્પા પિતા: સોનુ મેરી સુનેંગી પહલે આઇશા: ઉસે નહીં આના મેરી જિંદગી મેં, તો ઠીક હૈ નહી જીના પિતા: મે કલ જા રહા હૂં ઝાલોર આઇશા: મેરી મૈય્યત મેં જીસે બુલાના હૈ બુલાઓ પિતા: મેરી બાત સુન લે બેટા, તુને સુનાના મેરા આઇશા: નહીં પપ્પા યાર મુજે તુમકો તકલીફ દું, કબતક તકલીફ દું પિતા: આઈશા મુબારક નામ હૈ તેરા બેટા, ઉસ નામ કી લાજ રખ, નામ કી લાજ રખ આઇશા: મુબારક તકદીર લે કે નહી આઈ હું પાપા પિતા: આઈશા રઝીયા મુબારક નામ હૈ તેરા, મા આઈશા રઝીયો કી કસમ હૈ તેરે કો કહ રહા હૂં તુ ઘર આયેંગી આઇશા: બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફન કર દેના પિતા: મેં ઝાલોર જા રહા હૂં આઇશા: નહીં પપ્પા પિતા: મેં કલ ઝાલોર જા રહા હૂં, કુછ ભી કિંમત પર સુલઝા દેતે હૈ, બસ તેરે કો કલામ પાક કી કસમ હૈ, દેખ આઇશા: અબ બસ પપ્પા અબ બસ પિતા:તેરે કો બોલાના, ઘર આજા બેટા આઇશા: અબ આરીફ જે જો બાત કરની હૈ કર લો, મૈને કર લી હૈ, જો જવાબ ચાહીએ થે મિલ ગયે પિતા: તેરે બાપ કી નહીં માનેગી આઇશા: મત કરીયો, અબ મત કરીએ, અબ નહીં જીના પપ્પા, બહુત હુઆ ના યાર, કબ તક પરેશાન હુંગી ખુદ કે લિયે પિતા: મેરી બાત તો સુન ઉસસે ક્યા હલ હોગા બેટા, વો તો જેલ જાયેંગે આઇશા: કોઈ જેલ નહીં જાયેંગા, વીડિયો બનાકે દે દી કોઈ કીસી કી જિમ્મેદારી નહી હૈ પિતા: બાત સુન બેટા, તેરી અમ્મી રો રહી હૈ ઘર આ જા, બેટા આઇશા: અબ નહીં મેં થક ગઈ હું પિતા: મેં મોન્ટુ કો ભેજતા હું, મેરી બાત સુન મેં મોન્ટુ કો ભેજ રહા હું, તું કૌન સી જગહ પર હૈ આઇશા: પત્તા નહીં, રિવરફ્રન્ટ પર હું પિતા: તું મેરી બાત નહીં સુનેંગી બેટા આઇશા: પપ્પા મેં થક ગઈ હું, કોઈ સલ્યુશન નહીં મેરી જિંદગી મેં પિતા:. મૈને બોલા હૈના હૈ, બેટા, બસ સોલ્યુશન હૈ, સબ સોલ્યુશન હૈ તુ મેરી બાત સુન બેટા આઇશા: વો બોલતા હૈ કેસ નહી કિયા હોતા તો મેં સોચતા પિતા: મેં જા રહા હૂંના , કલ જાકે ઉનસે બાત કર લેતા હૂં, કે કેસ વાપસ લે લેંગે, તબ સબ સુલઝ જાયેંગા આઇશા: વો, નહી આયેગા, ફરી ભી મેરી જિંદગી મેં, નહીં આયેગા પિતા: એકબાર મેરે પે ભરોસા કર, મેરી બાત સુન આઇશા: મૈંને બહોત ભરોસા કર લિયા પિતા: અબ તુ ઘર આ, એક બાર તુ ઘર આ જા તો તુ મેરી બાત સુન લે, તુજે કુરાન શરીફ કી કસમ હૈ, તુ ઘર આજા બેટા આઇશા: અબ નહીં આના પિતા: સમજતી ક્યું નહીં મેં ખુદ આત્મહત્યા કર લૂંગા ફીર, સબ કો મારુંગા, સબ કો માર દુંગા, કિસી કો ઘરમેં જિંદા નહી રખુંગા ફીર આઇશા: પપ્પા મેં આ રહી હું પિતા: ફીર આઇશા: આ રહી હું પિતા: સમજતી નહીં કોઈ બાત, ફીર તેરો કહ રહા હું, સમજતી નહીં હૈ, ચલ ઘર આજા ચલ, કૌન સી જગહ હૈ મોન્ટુ કો ભેજતા હું ગાડી લેકે, મૈ આતા હું તેરેકો લેને બોલ, કૌન સી જગહ ખડી હૈ બોલ આઇશા: મેં રિવરફ્રન્ટ પર હું પિતા: કૌન સી જગહ, એલિસબ્રિજ કે પાસ આઇશા: હા પપ્પા પિતા: અબ બહાર નીકલકર, વહાં સે પ્રાઈવેટ રિક્ષા કર, મે ભાડા દેતા હું આઇશા: મેં રહી હુંપિતા: હા આજા, કલામ પાક કી કસમ હૈ તેરો કો આઇશા:આ રહી હું પિતા: આજા તું ઘર આ
સાબરમતીમાંથી ફાયરબ્રિગેડે લાશ બહાર કાઢી
રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાંથી એક મહિલાની એટલે કે આઇશાની લાશ બહાર કાઢી હતી. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતાં પોલીસે આ મામલે વીડિયોના પુરાવાના આધારે આઇશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લગ્ન બાદ આઇશાને તેનાં સાસરિયાંઓ દહેજ બાબતે ત્રાસ આપતા
વટવામાં વિસ્તારમાં અલમીના પાર્કમાં રહેતા લિયાકત અલી મકરાણી સિલાઈકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતા હતા.