દેવ-દિવાળી પર્વ પર 21 લાખ દીવડા અને રંગબેરંગી લેસર શોથી ઝળહળી ઉઠ્યુ કાશી

varanasi

રક્ષામંત્રી રાજનાથ સિંહ અને CM યોગી આદિત્યનાથ રહ્યા હાજર
70 દેશોના રાજદૂત અને 150થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ નમો ઘાટ પર હાજર
દેશભરમાંથી લગભગ 10 લાખ પ્રવાસીઓ-ભક્તો વારાણસી પહોંચ્યા

કાશીમાં આજે 150 વિદેશી પ્રતિનિધિઓ પણ દેવ દિવાળીના જાહોજલાલીના સાક્ષી બનશે. ઘાટ પર પહોંચતા પહેલા એરપોર્ટ પર મહેમાનોના સ્વાગત માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા લોક કલાકારોએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ગંગાના ભવ્ય શણગારને જોવા માટે પ્રવાસીઓ સાંજે દશાશ્વમેધ ઘાટ પર પહોંચી ગયા હતા. વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં અહીં ઘાટના દાદર પર હાજર રહ્યા હતા. તમામ ઘાટના દાદર હાઉસફુલ છે. 21 લાખ દીવડાંની ઝગમગમાં વિદેશી પ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય આરતી અને લેસર શો કરાશે. સીએમ યોગી વિદેશી મહેમાનો સાથે નમો ઘાટ પર મુલાકાત. આ ઘાટ પર સામાન્ય પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

આજે દેવ-દિવાળીનાં પર્વ પર કાશીમાં 21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. સોમવારે સાંજે વિવિધ સ્થળોએ રંગોળી કરવામાં આવી હતી. આ પછી 80 ઘાટ અને ગંગાની રેતીમાં દીવા પ્રગટાવવામાં આવ્યા. આ પછી દશાશ્વમેધ ઘાટ પર ભવ્ય ગંગા આરતી થઈ. લાઇટિંગ અને થ્રીડી લેસર શોથી આકાશ રંગીન બની ગયું. એને જોવા માટે દેશભરમાંથી લગભગ 10 લાખ લોકો આવ્યા છે. આ સિવાય 70 દેશના રાજદૂત અને 150થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ નમો ઘાટ પર હાજર છે.

વારાણસીના ગંગા ઘાટને 12 લાખ દીવાઓથી શણગારવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરને પણ 11 ટન ફૂલોથી શણગારવામાં આવ્યું છે. દેવ દિવાળીના પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો વારાણસી પહોંચ્યાં છે.

દેવ દિવાળીના પર્વ પર વારાણસીના ઘાટને ફરી એકવાર શણગારવામાં આવ્યો છે. વિવિધ સ્થળોએ રંગોળી કરવામાં આવી હતી. આ પછી 80 ઘાટ અને ગંગાની રેતીમાં દીવા પ્રગટાવવામાં આવ્યા છે. આ સાથે દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ લાઇટિંગ અને થ્રીડી લેસર શો જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વારાણસીને જ્યારે પણ શણગારવામાં આવે છે ત્યારે આ શહેર સ્વર્ગ જેવું દેખાય છે. કાશીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને CM યોગી આદિત્યનાથની સાથે 70 દેશના રાજદૂત અને 150થી વધુ વિદેશી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.