પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં પ્રણવ જ્વેલર્સમાં દરોડા બાદ EDની કાર્યવાહી
પ્રણવ જ્વેલર્સ દ્વારા 23 લાખ 70 હજાર રૂપિયાની શંકાસ્પદ લેવડદેવડનો ખુલાસો
પ્રણવ જ્વેલર્સના બ્રાંડ એમ્બેસેડર પ્રકાશ રાજ કરે છે તેની જાહેરાત
પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં EDએ તમિલનાડુના ત્રિચીના પ્રખ્યાત પ્રણવ જ્વેલર્સ પર દરોડા પાડ્યા હતા. દરોડા બાદ તપાસ એજન્સીએ હવે અભિનેતા પ્રકાશ રાજને પણ નોટિસ મોકલવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં એક્ટરને સમન્સ પાઠવ્યા છે. પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સની જાહેરાત કરે છે.
ED સૂત્રોના જણાવ્યા મુજબ, તમિલનાડુના ત્રિચીના જાણીતા પ્રણવ જ્વેલર્સને ત્યાં PMLA અંતર્ગત સર્ચ ઓપરેશન દરમિયાન અનેક એવા કાગળો મળ્યા હતા જેમાં 23 લાખ 70 હજાર રુપિયાની સંદિગ્ધ લેવડદેવડની જાણકારી હતી. એટલું જ નહીં EDએ સર્ચ દરમિયાન 11 કિલો 60 ગ્રામ સોનાના ઘરેણાં પણ જપ્ત કર્યા હતા.
તપાસ એજન્સી દ્વારા કહેવામાં આવ્યું હતું કે જનતા પાસેથી ગોલ્ડ સ્કીમ થકી એકઠા કરેલા 100 કરોડ પ્રણવ જ્વેલર્સના લોકોએ અનેક શેલ કંપનીઓની મદદથી ઠેકાણે કર્યા છે. EDના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો કે પ્રણવ જ્વેલર્સ અને તેની સાથે જોડાયેલા લોકોએ છેતરપિંડીથી મેળવેલા આ પૈસાને બીજી શેલ કંપનીમાં ડાયવર્ટ કરાયા છે.
અભિનેતા પ્રકાશ રાજને ગુરુવારે પોન્જી યોજના કેસમાં EDએ સમન મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા EDએ તમિલનાડુના ત્રિચી સ્થિત પ્રણવ જ્વેલર્સના ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. આ કેસમાં ED હવે પ્રકાશ રાજની પૂછપરછ કરશે.
ચંદ્રયાન-3 પર પોતાની આપત્તિજનક ટિપ્પણી અને પહેલા પણ પોતાના નિવેદનનો લઈને વિવાદોમાં રહેલા જાણીતા એક્ટર પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સના બ્રાંડ એમ્બેસેડર હતા. તેઓ આ જવેલર્સ કંપનીની જાહેરાતનો મુખ્ય ચહેરો રહ્યાં છે. પરંતુ પ્રણવ જ્વેલર્સની કરતૂત સામે આવી કે તેમણે મૌન સાધી લીધું હતું. સૂત્રો મુજબ ત્યારે હવે તેઓ પણ તપાસ એજન્સીના રડારમાં છે.