25 નવેમ્બર સુધીમાં ચૂંટણી પંચે માંગ્યો જવાબ
કોંગ્રેસના નેતાઓએ રાજસ્થાનમાં આદર્શ આચાર સંહિતા અને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે
વડાપ્રધાન મોદી વિષે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ચૂંટણી પંચ તરફથી એક ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક વિવાદિત ટિપ્પણી કરી હતી જેના કારણે ચૂંટણી પંચે તેને નોટીસ મોકલી છે. અને બે દિવસમાં એટલે કે 25 નવેમ્બર સુધીમાં રાહુલ ગાંધીને જવાબ રજૂ કરવા માટે કહ્યું છે. જો રજૂ કરેલા જવાબથી ચૂંટણી પંચ સહમત નહીં હોય તો રાહુલ ગાધી ઉપર વધુ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
વિગત એવી છે કે વર્લ્ડકપની ફાઈલન મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ હતી. આ મેચ જોવા દેશભરમાંથી ઘણી બધી હસ્તીઓ મોદી સ્ટેડીયમમાં ઉપસ્થિત રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્લ્ડકપની ફાઈનમ મેચ જોવા મોદી સ્ટેડીયમમાં પહોંચ્યા હતા. આ ફાઈનલ મેચમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે હાર થઈ હતી. તેને લઈને રાહુલ ગાધીએ બાયટૂમાં રેલીને સંબોધતા વડાપ્રધાન વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતનો પરાજય થયો તે માટે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી માટે પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે પીએમનો અર્થ પનોતી મોદી થાય તેમ કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બાબતે ભાજપે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ભાજપે પંચ પાસે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ તેમના નિવેદન પર પણ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ભાજપે તેની ફરિયાદમાં કહ્યું છે કે અમે ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે તેઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી વિરુદ્ધ તેમના સતત કપટપૂર્ણ, પાયાવિહોણા અને અપમાનજનક વર્તણૂક માટે યોગ્ય કાયદાકીય પગલાં લઈને તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને બંને વિરુદ્ધ પ્રતિબંધક આદેશ પસાર કરે. નહિંતર, તે ચૂંટણીના વાતાવરણને બગાડશે અને આદરણીય વ્યક્તિઓને બદનામ કરવા માટે અપશબ્દો, વાંધાજનક ભાષા અને નકલી સમાચારનો ઉપયોગ અટકાવવાનું મુશ્કેલ બનાવશે.
જેને લઈને ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટીસ મોકલી છે અને બે દિવસમાં એટલે કે 25 નવેમ્બર સુધીમાં રાહુલ ગાંધીને જવાબ રજૂ કરવા માટે કહ્યું છે. જો રજૂ કરેલા જવાબથી ચૂંટણી પંચ સહમત નહીં હોય તો રાહુલ ગાધી ઉપર વધુ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
ભાજપે કહ્યું છે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓએ આદર્શ આચાર સંહિતા અને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ભાજપે પોતાની ફરિયાદમાં બંને નેતાઓના ભાષણોના અંશોનો ઉલ્લેખ કર્યો છે. આ અંગે વાંધો વ્યક્ત કરતાં તેમણે કહ્યું છે કે ભાષણમાં આવો ઉલ્લેખ અપમાનજનક, અભદ્ર અને ખોટું છે. અહીં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે દેશની જનતા રાહુલ ગાંધીને ક્યારેય માફ નહીં કરે, આ નિવેદન દેશદ્રોહની હદમાં આવે છે. મૂર્ખતાનું આનાથી મોટું ઉદાહરણ ન હોઈ શકે.
ઉલ્લેખનીય છે કે ભારત અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્યુ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર હતા. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે મોદીએ લોકોનું ધ્યાન બીજે ખેંચ્યુ અને અદાણીએ તેના ખિસ્સા ભર્યા. તેમણે જણાવ્યું હતું કે મેચ હારી ગયા તે જુદી વાત છે, પરંતુ જો આ પરાજયનું એક પરિબળ પનોતી મોદીની હાજરી પણ હતી. અહીં તેમણે પીએમનો અર્થ પનોતી મોદી લોકોને સમજાવ્યો હતો.
તેમણે પીએમ મોદી પર મોટા ઉદ્યોગપતિઓને લોનો માફ કરીને તેમને અબજો રુપિયાનો ફાયદો કરાવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજસ્થાનમાં સત્તા પર ફરીથી આવી તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે. તેના પછી કેન્દ્રમાં સત્તા પર આવી તો સમગ્ર દેશમાં આ રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે.