Whatsapp યુઝર્સ અનલિમિટેડ ચેટ હિસ્ટ્રીને હવે ગૂગલ ડ્રાઈવ પર સેવ નહીં કરી શકે, ડિસેમ્બર 2023થી થશે લાગુ

whatsapp

Whatsapp યુઝર્સ ગૂગલ ડ્રાઇવ પર અનલિમિટેડ સ્ટોરેજનો લાભ લઈ શકશે નહીં

આજનાં સમયમાં લોકો સોશિયલ મિડીયાનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. તેમાં પણ Whatsapp સૌથી લોકપ્રિય એપ્લિકેશન બની ગઈ છે. ભાગ્યે જ કોઈ એવુ હશે જેના મોબાઈલમાં Whatsapp ના હોય. સમગ્ર વિશ્વમાં આ મેસેજિંગ એપના 2.7 અબજથી વધુ યુઝર્સ છે. તેવામાં હવે વોટ્સએપ યુઝર્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. તે મુજબ હવે Whatsapp યુઝર્સ ગૂગલ ડ્રાઇવ પર અનલિમિટેડ સ્ટોરેજનો લાભ લઈ શકશે નહીં. આ નિર્ણય ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. ગૂગલે તેના સપોર્ટ પેજ પર એક જાણકારી આપતા કહ્યું હતું કે Whatsappમાં હવે ખૂબ જ જલ્દીથી એક નવો ફેરફાર થવા જઈ રહ્યો છે. તેના પછી Whatsapp યુઝર્સ ગૂગલ પર અનલિમિટેડ ચેટ હિસ્ટ્રીને સેવ નહીં કરી શકે. સ્પેશ ફુલ થતાની સાથે જ તમારે ગૂગલ પાસેથી ક્લાઉડ સ્ટોરેજ ખરીદવુ પડશે.

મહત્વનું છે કે, WhatsApp બેકઅપ આ એપના સૌથી લોકપ્રિય ફીચર્સમાંથી એક છે. આ ફીચર લોકપ્રિય છે કારણ કે વોટ્સએપ ચેટનું બેકઅપ જરૂરી બની ગયું છે. મોટાભાગના લોકો તેનો બેકઅપ રાખતા હોય છે. ક્લાઉડ સિવાય બેકઅપ માટે હાલમાં અન્ય કોઈ વિકલ્પ નથી.

ગૂગલ કહ્યુ કે પહેલા આ ફીચરમાં Whatsapp Beta વર્ઝન માટે જાહેર કરવામાં આવ્યું. આ રોલ આઉટ ડિસેમ્બર 2023માં શરુ થશે. દરેક ટેસ્ટિંગ પછી તેનું અપડેટ સ્ટેબલ વર્ઝન જાહેર કરવામાં આવશે. એન્ડ્રોઈડ માટે સ્ટેબલ વર્ઝનમાં તેને આવતા વર્ષે શરુ કરવામાં આવશે. એન્ડ્રોઈડ ફોનમાં જો Whatsapp backup અનેબલ કરશો, તો તેમા પર્સનલ એકાઉન્ટ સાથે 15GB સ્ટોરેજ મળશે અને તેના માટે કોઈ ચાર્જ નહી લાગે.

હાલમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સને WhatsApp પર બેકઅપ ફીચર મળતું રહેશે. જો કે, તેમાં સ્ટોરેજ કેપેસિટી ફુલ થઈ ગયા પછી તેમાં સ્પેશ ખાલી કરવી પડશે. એટલે કે તેમાં જુની બિનજરુરી ફાઈલો ડિલીટ કરવી પડશે તો જ તેમાં બેપઅપ લઈ શકાશે. અને તેમાં બેકઅપ માટે બીજો વિકલ્પ છે સ્ટોરેજને ખરીદવા માટેનો. જો તમારી પાસે તમારી ઑફિસ અથવા શાળામાંથી Google Workspace સબ્સ્ક્રિપ્શન છે, તો આ ક્વોટા મર્યાદાને કારણે કોઈ સમસ્યા થશે નહીં.