સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ માટે મંગળવારે ડેટ શીટ જાહેર કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી. ડેટ શીટ મુજબ 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ 4 મેથી શરૂ થશે. 10માંની પરીક્ષા 7 જૂન સુધી જ્યારે 12માંની પરીક્ષા 11 જૂન સુધી ચાલશે.
પરીક્ષામાં અઢી મહિનાનો વિલંબ થયો
CBSEની પરીક્ષા આ વખતે અઢી મહિના મોડી શરૂ થશે. ગત વર્ષ 15 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ ગઈ હતી. આ વખતે 30 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. બન્ને ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષા 1 માર્ચના રોજ શરૂ થશે. રિઝલ્ટ 15 જુલાઈ સુધીમાં જાહેર કરાશે. શિક્ષણ મંત્રીએ 31 ડિસેમ્બરના રોજ લાઈવ વેબિનારમાં CBSEની ધો. 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખની જાહેરાત કરી હતી. તેનો સંપૂર્ણ કાર્યક્રમ હવે જાહેર થયો છે.