છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023: ચૂંટણી દરમિયાન નક્સલીઓએ સુકમામાં ગોળીબાર કરીને મતદારોને મતદાન મથક સુધી પહોંચતા રોકવાનો પ્રયાસ કર્યો

Chahattishgarh 2023 1 phase election

આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, મતદાન કરવા માટે મોટી સંખ્યામાં મતદારો મતદાન મથક પર પહોંચી રહ્યા છે.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બર એટલે આજે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ 20 બેઠકો પર અનેક દિગ્ગજોનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. સવારે 11 વાગ્યા સુધી છત્તીસગઢમાં 22.97 ટકા મતદાન થયું છે.

90 બેઠકમાંથી રાજ્યના નક્સલ પ્રભાવિત બસ્તારની 20 બેઠકો અને રાજનાંદગાંવ સહિત અન્ય ચાર જિલ્લાઓમાં અલગ-અલગ સમયે મતદાન થઈ રહ્યું છે. 10 બેઠકો પર સવારે 7 થી 3 વાગ્યા સુધી મતદાન થશે જ્યારે બાકીની 10 બેઠકો પર સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે.

મતદાનના પ્રથમ તબક્કામાં રાજ્યના 40,78,681 મતદારો 223 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. આ ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને બસ્તરના સાંસદ દીપક બૈજ કોંગ્રેસ સરકારના ત્રણ મંત્રીઓ ભાજપના ચાર ભૂતપૂર્વ મંત્રીઓ અને એક ભૂતપૂર્વ IAS અધિકારીનો સમાવેશ થાય છે. કાંકેર વિધાનસભા મતવિસ્તાર હેઠળના સરોનામાં એક મોડેલ મતદાન મથક છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થાય છે.

મતદાન બૂથથી થોડે દૂર નક્સલવાદીઓનો હુમલો

સુકમામાં ચાલી રહેલા મતદાન દરમિયાન નક્સલવાદીઓએ ગોળીબાર કરીને મતદારોને મતદાન મથક સુધી પહોંચતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. કોંટા પોલીસ સ્ટેશન વિસ્તારના બાંદા વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. દુર્મા અને સિંગારામના જંગલોમાં નક્સલવાદીઓએ BGL પર ગોળીબાર કર્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સીઆરપીએફ અને ડીઆરજીની ટીમો તૈનાત છે. સદ્ભાગ્યની વાત એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

નક્સલવાદીઓની વિસ્તારમા ઉત્સવનું માહોલ

અબુઝહમદના કોહકમેટામાં નક્સલવાદીઓએ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. નક્સલવાદીઓએ લાલ બેનરો, પોસ્ટરો અને પેમ્ફલેટ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. આજે પ્રથમ તબક્કાના મતદાન માટે નક્સલવાદીઓના નારાયણપુર અબુઝહમદ અડ્ડામાં ઉત્સવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે બાદ અબુઝહમદમાં રહેતા આદિવાસીઓમાં ગભરાટનું વાતાવરણ હતું, પરંતુ આજે લોકો જિલ્લા મથકથી લગભગ 42 કિલોમીટર દૂર કોહકમેટામાં કતાર લગાવીને શાંતિપૂર્ણ મતદાન કરી રહ્યા છે. જિલ્લામાં મતદાનને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે. નારાયણપુર એસપીએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે.

સીએમ ભૂપેશ બઘેલનો હુમલો

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાયપુરમાં કહ્યું કે “અજિત પવાર બીજેપીમાં જોડાયા કે તરત જ તેમનું નામ EDમાંથી હટાવી દેવામાં આવ્યું. હિમંતા બિસ્વા સરમા હવે સીએમ છે, તેમનું નામ શારદા ચિટ ફંડ ભ્રષ્ટાચારમાં હતું. આવા ઘણા ઉદાહરણો છે જે ‘મોદી વોશિંગ પાઉડર’માં ધોયા બાદ તમામ ડાઘ સાફ થઈ જાય છે.

નક્સલ પ્રભાવિત મતદાન મથકો પર સન્નાટો પ્રસરી ગયું. કાંકેરના આલંદ અને સીતારામ મતદાન મથકો પર સન્નાટો છે. આલંદ મતદાન મથક પર 314 મતદારોમાંથી ત્રણ મતદારોએ મતદાન કર્યું છે. સીતારામ મતદાન મથક પર 1117 મતદારોમાંથી પાંચ મતદારોએ મતદાન કર્યું હતું. સવારે 11 વાગ્યા સુધી બંને મતદાન મથકો પર કુલ આઠ લોકોએ મતદાન કર્યું હતું. મતદાન મથકો નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં છે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને ચિત્રકોટ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દીપક બૈજે તેમના પરિવાર સાથે તેમના ગામ ગધિયામાં મતદાન કર્યું.