આજે બપોરે 4:20 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, ત્રણ દિવસમાં બીજી વખત ધરા ધ્રૂજી
દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. દિલ્હીથી લખનઉ સુધી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.6 નોંધાઈ છે. જાણકારી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું છે. 3 દિવસમાં બીજી વાર ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા જોરદાર ભૂકંપના કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામા પણ અનુભવાયા છે. ભૂકંપના જોરદાર આંચકા 4 વાગ્યેને 18 મિનિટે અનુભવાયા હતા. લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ પહેલા શુક્રવારે મોડી રાત્રે પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 નોંધાઈ હતી. જાણકારી મુજબ મોડી રાત્રે 11.32 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા આવ્યા હતા. સિસ્મોલોજીકલ ડીપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ તે વખતે પણ નેપાળ જ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું.
ભારતના પાડોશી દેશ નેપાળમાં આજે 4.16 મિનિટે 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર પ્રદેશમાં ( Uttar Pradesh ) અયોધ્યાથી ( Ayodhya ) 233 કિલોમીટર ઉત્તરમાં નેપાળમાં હોવાનું કહેવાય છે. તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. સામાન્ય રીતે, ધરતીકંપ પછી, ઘણા ઝટકા આવે છે, જેને આફ્ટરશોક્સ કહેવામાં આવે છે. પરંતુ આ સામાન્ય રીતે હળવા ગ્રેડના હોય છે. જો કે, 5.6ની તીવ્રતાના ભૂકંપને મધ્યમ માનવામાં આવે છે. ભૂકંપના કારણે હાલ કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી.
દિલ્હી-એનસીઆર ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ જેવા રાજ્યોમાં પણ તેની અસર જોવા મળી છે. મળતી માહિતી મુજબ, રાત્રે 11.32 કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. સમગ્ર દિલ્હી એનસીઆરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતા લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા. નેપાળમાં છેલ્લા 11 મહિનમાં 4ની તીવ્રતાની ઉપર અત્યાર સુધી 70થી વધુ ભૂકંપ આવ્યા હતા. 22 ઓક્ટોબરે આવેલા 6.1ની તીવ્રતાના ભૂકંપના કારણે કાઠમાંડૂમાં 20 મકાન તૂટી પડ્યા હતા. વર્ષ 2015માં તીવ્રતા 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જે તેનાથી પણ વધુ ભયંકર ભૂકંપ હતો.