રચિન રવિન્દ્રએ સચિન તેંડુલકર અને કેન વિલિયમસનનો રેકોર્ડ તોડ્યો

rachin-ravindra

વર્લ્ડ કપના ઈતિહાસમાં 3 શતક ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો રચિન રવિન્દ્ર
રચિન રવિન્દ્રએ વર્લ્ડ કપ 2023માં ત્રીજી સદી ફટકારી ઈતિહાસ રચી દીધો

ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે વન ડે વર્લ્ડ કપ 2023ની 35મી મેચ બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ન્યુઝીલેન્ડના ઓપનર બેટ્સમેન અને યુવા ખેલાડી રચિન રવીન્દ્રે 108 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પાકિસ્તાન સામે રચિને સદી ફટકારી ઈતિહાસ રચી દીધો છે. ન્યુઝીલેન્ડ માટે વર્લ્ડ કપમાં સૌથી વધુ(ત્રણ) સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે 88 બોલમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સદી ફટકારી હતી.

પાકિસ્તાન સામેની મેચમાં ન્યુઝિલેન્ડે પહેલા બેટીંગ કરતા 401 રન ફટકરાર્યા હતા. પાકિસ્તાનને મેચ જીતવા માટે 402 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. રચિન રવિન્દ્રે 94 બોલમાં 114.89 સ્ટ્રાઈક રેટ સાથે 15 ફોર અને 1 સિક્સની મદદથી 108 રન ફટકાર્યા હતા. રચિન રવિન્દ્રે વર્લ્ડ કપ 2023નો ત્રીજો શતક ફટકારતા જ ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. પાકિસ્તાન સામે સદી ફટકારતાની સાથે જ તે વર્લ્ડકપમાં ત્રણ સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. આ મામલે તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિનના નામે 23 વર્ષની ઉંમરે 2 સદી હતી. રચિને 23 વર્ષની વયે 3 સદીની આ સિદ્ધિ મેળવી છે.આ ઉપરાંત ડેબ્યૂ વર્લ્ડકપમાં ત્રણ સદી ફટકારનાર તે પ્રથમ ખેલાડી બની ગયો છે. રચિનના નામે વર્લ્ડકપમાં ત્રણ સદી થઇ ગઈ છે. રચિન રવીન્દ્રે આ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી.

રચિન રવિન્દ્ર વર્લ્ડકપ 2023માં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. પાકિસ્તાન સામે આજે રચિન રવીન્દ્રને ઓપનિંગ કરવાની તક મળી હતી. ઓપનિંગ બેટ્સમેન તરીકે તેણે શાનદાર 108 રન બનાવ્યા હતા. વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોના લીસ્ટમાં રચીન રવિન્દ્ર બીજા નંબરે છે. ક્વિન્ટન ડી કોક પછી રચિન રવીન્દ્રએ આ ટુર્નામેન્ટમાં 500 રનનો આંકડો પાર કર્યો છે. રચિન રવિન્દ્ર એક વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ શતક ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી
રચિન રવિન્દ્ર (23 વર્ષ, 351 દિવસ) – 3 સદી
સચિન તેંડુલકર (22 વર્ષ, 313 દિવસ) – 2 સદી

ન્યૂઝીલેન્ડ માટે એક વર્લ્ડ કપ સિરિઝમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી
રચિન રવિન્દ્ર – 2023 – 3 સદી
ગ્લેન ટર્નર – 1975 – 2 સદી
માર્ટિન ગુપ્ટિલ – 2015 – 2 સદી
કેન વિલિયમસન – 2019 – 2 સદી