ત્રણ લાખની લાંચ કેસમાં પી.આઇ.જાડેજા અને કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમાર પર ફરિયાદીનો આરોપ પૈસાની માંગ કરી હોવાનો
પોસ્ટિંગ સાયબર ક્રાઇમમાં હથિયારી પી.આઇ નો કેવી રીતે થયો
સાયબર ક્રાઇમ સેલના કોન્સ્ટેબલ દ્વારા ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગવાના કેસમાં નવો વળાંક જોવા મળ્યો છે. એલ.આર.ડી. વિરૂદ્ધ ફરિયાદ નોંધાવનાર વ્યક્તિનો વિડિયો વાયરલ થયોલ હતો. આ વીડિયોમાં એલ.આર.ડી. હરદીપસિંહ પરમાર અને તેના અધિકારી પી.આઇ.જાડેજા પર ગંભીર આક્ષેપ કરેલ છે કે બંને જણાયે તેની અરજીની તપાસમાં ગુનો નોંધીને તેને કેસમાં અદર કરીને છ લાખ રૂપિયા લીધા બાદ પણ સતત નાણાંની માંગ કરી રહ્યા છે. જે વિડિયો ના આધારે લાંચ કેસમાં સાયબર સેલના પી.આઇ.જાડેજા ઉપર લાગેલો આરોપને લઈને એસીબીએ તપાસ હાથ ધરી છે. અને કોર્ટ માંથી કોન્સ્ટેબલના ચાર દિવસના રિમાન્ડ મેળવીને વધુ જાણકારી માટે પૂછપરછ ચાલુ છે.
છ મહિના અગાઉ હથિયારી પી.આઇ. જાડેજાની બદલી મેટ્રોમાં થઈ હોવાની વાત છતાં પોતાની ચેમ્બર ખાલી ન કરતા હોવાની સાયબર ક્રાઇમના કર્મચારીઓ માં ચાલી રહી હતી ચર્ચા !!
એક તરફ રાકેશ ત્રિવેદીનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તે સ્પષ્ટ જણાવે છે કે પોલીસ અને બીજા બધા તંત્ર પૈસાની માંગણી કરીને હેરાન કરે છે. મારી એક ભૂલના કારણે હેરાન કરી રહ્યા છે. હરદિપસિંહ અને તેના ઉપરી અધિકારી જાડેજા સાહેબ મારી પાસે ૧૦ રૂપિયા લાખની માંગણી કરે છે. જ્યારે મેં અત્યાર સુધી ટુકડે ટુકડે 6 લાખ રૂપિયા આપી ચુક્યો છું. પૈસા આપ્યા પછી પણ મારા ઘરે આવીને મારવાની અને કેસ કરવાની ધમકી આપીને નાણાંની વધુ માંગ કરી રહ્યા છે. હવે પૈસા આપવા માટે મારી પાસે કશુ જ નથી. જે બદલ હું મારુ જીવન ટુંકાવી રહ્યો છું. જેના જવાબદાર કોન્સ્ટેબલે હરદિપસિંહ અને પી.આઇ જાડેજા રહેશે. મને આમાથી મુક્તિ અપાવો. આ વિડીયો વાયરલ થતા સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા સિનિયર અધિકારીઓની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. જેથી લાંચ કેસની તપાસ કરી રહેલી એસીબીના અધિકારીઓએ વિડીયો ક્લીપમાં એલ આર ડી જવાનની સાથે પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા પર કરવામાં આવેલા આરોપ અંગે પણ તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમમાં અરજીને આધારે માંગવામાં આવતા નાણાંને લઇને પોલીસની કામગીરીને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. વાત કરવામાં આવે તો એસીબીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાયબર ક્રાઇમના પી.આઇ. જાડેજાની આવક અને તેમની સંપતિની તપાસ કરવામાં આવેતો સિંધુ ભવન રોડ ઉપર પી.આઇ જાડેજાએ અનેક પ્રોપર્ટી વસાવી હોવાની માહિતી મળી છે. સૂત્રો આધારે મળતી માહિતી મુજબ થોડા વર્ષ અગાઉ પણ પી.આઇ.જાડેજાએ એક વકીલ સાથે મારામારી કરી હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે.