ભારત-પાકિસ્તાન મેચ પહેલા રોહિત શર્માએ આપ્યા ખુશીના સમાચાર

rohit-gill

મેચ પહેલા રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી શુભમન ગીલ અને મેચ અંગે આપી માહિતી
પાકિસ્તાન સામેની મેચ રમવા શુભમન ગિલ તૈયાર, 99 ટકા શુભમન ગિલ રમશે

વર્લ્ડકપ-2023ના મહાકુંભ હેઠળની 12મી મેચ આવતીકાલે 14મી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ રમાવાની છે. મેચના એક દિવસ અગાઉ ભારત અને પાકિસ્તાનના કેપ્ટનની પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ-કોન્ફરન્સમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ શુભમન ગિલ ની હેલ્થ અંગે મોટું અપડેટ આપ્યું હતુ, જેની ક્રિકેટચાહકો રાહ જોઈ રહ્યા હતા.

પ્રેસ-કોન્ફરન્સ દરમ્યાન રોહિત શર્માને પુછવામાં આવ્યું કે શું શુભમન ગિલ પાકિસ્તાન સામેની મેચ રમશે? ત્યારે રોહિત શર્માએ કહ્યું કે, શુભમન ગીલ પાકિસ્તાન વિરુદ્ધ રમવા માટે 99 ટકા ફિટ છે. આમ, શુભમન ગિલની એન્ટ્રી થશે એમ લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ એક દિવસ પહેલાં જ શુભમન ગિલ અમદાવાદ આવી પહોંચ્યો હતો. મેચ અગાઉ ટીમ ઈન્ડિયા માટે યુવા ઓપનર શુભમન ગિલની ફિટનેસ મોટી ચિંતાનો વિષય બન્યો હતો. ટુર્નામેન્ટ શરૂ થયા પહેલા જ ગિલ ડેન્ગ્યૂમાં સપડાયો હતો. જોકે પાકિસ્તાન વિરુદ્ધના મુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાને મોટી રાહત મલી છે, કારણ કે આ ગિલ આ મેચમાં રમવા માટે સંપૂર્ણ તૈયાર છે. શુભમન ગિલ ડેન્ગ્યૂના કારણે ટીમ ઈન્ડિયાની પહેલી બે મેચ રમી શક્યો નહોતો. તેની જગ્યાએ ઈશાન કિશનને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાની તક મળી. રોહિત શર્માએ કહ્યું કે, શુભમન ગીલ પાકિસ્તાન વિરુદ્ધ રમવા માટે 99 ટકા ફિટ છે.