ભારત-પાકિસ્તાન મેચ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જામશે સંગીતનો માહોલ

musicshow

મોદી સ્ટેડિયમમાં અરિજીત સિંહ, શંકર મહાદેવન, સુખવિંદર સિંહ કરશે પર્ફોર્મ: બીસીસીઆઈ

આગામી 14 ઓક્ટોબરના વર્લ્ડ કપ 2023 માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે જોરદાર રસાકસી ભરી મેચ રમાવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. મેચ પહેલા બોલીવુડના સુપરસ્ટાર સિંગર્સ ધમાલ મચાવવાના છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ પહેલાં સંગીતનો કાર્યક્રમ યોજાશે. આની જાહેરાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ગુરુવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા X દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 12.30 વાગ્યથી લાઈવ જોઈ શકશો.

બોલિવૂડ સિંગર્સ શંકર મહાદેવન, અરિજિત સિંહ અને સુખવિંદર સિંહ ટોસના 1 કલાક પહેલાં, એટલે કે બપોરે 12.30 વાગ્યાથી પર્ફોર્મ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ટોસ તેના નિર્ધારિત સમયે, એટલે કે બપોરે 1.30 વાગ્યે થશે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓપનિંગ સેરેમની 4 ઓક્ટોબરે કેપ્ટન ડે સેરેમની નિમિત્તે યોજાવાની હતી. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ, સિંગર અરિજિત સિંહ, એક્ટ્રેસ તમન્ના ભાટિયા, સિંગર શ્રેયા ઘોષાલ અને લીજેન્ડરી સિંગર આશા ભોસલે પર્ફોર્મ કરવાનાં હતાં. આ ઉપરાંત આતશબાજી અને લેસર શો પણ યોજાવાનો હતો. પરંતુ ઓપનિંગ સેરેમની યોજાઈ ન હતી. પરંતુ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ પહેલાં સંગીતનો કાર્યક્રમ યોજાશે.