“રોહિત શર્મા” વનડે વર્લ્ડ-કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો, સચિનનો રેકોર્ડ તોડ્યો

Rohit-Sharma

વર્લ્ડ કપ 2023ની નવમી મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ માત્ર 63 બોલમાં સદી ફટકારી
અગાઉ સચિન તેંડુલકર 6 સદી સાથે પ્રથમ સ્થાને હતા

વર્લ્ડ કપ 2023ની નવમી મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સેન્ચુરી ફટકારી છે. આ તેના વનડે કરિયરની 31મી સદી છે. માત્ર 63 બોલમાં તેણે સદી ફટકારી હતી. આ સદી સાથે જ રોહિત શર્મા વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનારવિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. રોહિતના નામે હવે વનડે વર્લ્ડ કપમાં 7 સદી છે. રોહિત શર્માએ 44 ઇનિંગ્સમાં 6 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો છે. અગાઉ સચિન તેંડુલકર 6 સદી સાથે સંયુક્તપણે પ્રથમ સ્થાને હતા. રોહિત વનડે વર્લ્ડ કપમાં 7 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોહિતે 2015માં એક સદી અને 2019માં 5 સદી ફટકારી હતી. રોહિતની વન-ડે કારકિર્દીની આ 31મી સદી છે.જ્યારે સચિન 6 સદી સાથે આ સૂચિમાં બીજા સ્થાને છે. તો શ્રીલંકાના કુમાર સંગાકારા અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ 5-5 સદી સાથે આ સૂચિમાં ત્રીજા સ્થાને છે.

રોહિતે પણ માત્ર 30 બોલમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તો તેણે 63 બોલમાં સદી ફટકારી હતી. તે સૌથી ઓછા બોલમાં વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ભારતનો ખેલાડી બન્યો. તેણે કપિલ દેવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જેમણે ઝિમ્બાબ્વે સામે 72 બોલમાં સદી ફટકારી હતી.

રોહિતે T20માં 77 સિક્સ, ટેસ્ટમાં 182 અને વન-ડેમાં 296 સિક્સર ફટકારી છે. રોહિતે આ ઇનિંગમાં 1000 ODI વર્લ્ડ કપ રન પણ પૂરા કર્યા, તેણે 19 ઇનિંગ્સમાં આ રેકોર્ડ હાંસલ કર્યો છે.

રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની ઇનિંગ્સમાં 3 સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સિક્સર કિંગ બની ગયો. ત્રણેય ફોર્મેટ સહિત, રોહિતના નામે 555 છગ્ગા હતા. તેણે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો, જેણે 453 મેચમાં 553 સિક્સર ફટકારી છે.