અફઘાનિસ્તાનનાં કેપ્ટન હસમતુલ્લાહ શાહિદીએ સર્વાધિક 80 રન બનાવ્યા
આજે વર્લ્ડ કપ 2023ની 9મી મેચમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના મુકાબલામાં અફઘાનિસ્તાને પહેલા ટોસ જીતીને બેટીંગ લેવાનો નિર્ણય કર્યો હતો. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાતી વર્લ્ડકપ મેચની પ્રથમ ઈનિંગ પૂર્ણ થઈ છે. અફઘાનિસ્તાને ભારત સામે 50 ઓવરમાં 8 વિકેટે 272 રન બનાવ્યા છે.ભારતને જીત માટે 273 રનનો ટાર્ગેટ મળ્યો છે. તેમના માટે કેપ્ટન હસમતુલ્લાહ શાહિદીએ સર્વાધિક 80 રન બનાવ્યા હતા. જ્યારે અઝમતુલ્લાહ ઓમરઝાઈએ પણ 62 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
અફઘાનિસ્તાને ભારતને 273 રનનો ટાર્ગેટ આપ્યો છે. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન શાહિદીએ 80 રનની ઇનિંગ ધમાકેદાર ઇનિંગ રમી અને ઓમરઝાઇએ પણ 62 રનની ઇનિંગ સાથે એક સારો ટાર્ગેટ આપ્યો છે. જ્યારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બર્થડે બોય હાર્દિક પંડ્યાને બે વિકેટ ઝડપી હતી. હશમતુલ્લાહ શાહિદીએ કર્યા છે, જ્યારે અઝમતુલ્લા ઉમરઝાઈએ 69 બોલમાં 62 રન કર્યા છે. આ ઉપરાંત રહેમાનુલ્લા ગુરબાઝે 28 બોલમાં 21, ઈબ્રાહિમ ઝાદરાને 28 બોલમાં 22, રહમત શાહે 22 બોલમાં 16, મોહમ્મદ નબીએ 27 બોલમાં 19 રન, નજીબુલ્લાહ ઝાદરાને 8 બોલમાં 2 રન અને રાશિદ ખાને 12 બોલમાં 16 રન કર્યા છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે સૌથી વધુ 3 વિકેટ લીધી છે. બુમરાહે 10 ઓવરમાં 39 રન આપીને 4 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 7 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે 6 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ અને કુલદીપ યાદવે 10 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 9 ઓવરમાં 76 રન અને રવિન્દ્ર જાડેજાએ 8 ઓવરમાં 38 રન આપ્યા છે.