અમદાવાદમાં આજે કરી શકે ટીમ પાકિસ્તાન આગમાન

PAK IND

World cup 2023 ભારત, પાકિસ્તાન બંન્ને 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં મેચ ખેલશે

વર્લ્ડકપની સૌથી રોમાંચક મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ખેલશે. જ્યારે આ મેચને લઇને આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં આગમાન કરશે. અમદાવાદ એરપોર્ટ પર બપોરે ત્રણ વાગે પાકિસ્તાનની ક્રિકેટરો અને ટીમ મેનેજમેન્ટ સ્ટાફ પહોંચે તેવી શક્યતાઓ છે. અમદાવાદ આશ્રમ રોડ ઉપર આવેલી હયાત હોટલમાં પાકિસ્તાનની ટીમ રોકાશે. જ્યારે ભારતની ટીમ 12 ઓક્ટોબરના રોજ અમદાવાદ આવી પહોંચશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમમાં આગામી 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે. આ મેચને લઈને ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે. રવિવારે મુખ્યમંત્રીની સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલું ન થાય તે માટે દરેક વિસ્તારમાં પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવાશે.

ક્રાઈમ બ્રાંચે ભારત- પાક. મેચની નકલી ટીકિટો સાથે 4 શખ્સોની કરી ધરપકડ

 ક્રાઈમ બ્રાંચે બોડકદેવ સ્થિત ક્રિષ્ણા ઝેરોક્સ દરોડો

મેચની ટીકિટોના કાળાબજારી કરતાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. (duplicate tickets)ખાનગી બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને 108 ડુપ્લીકેટ ટિકિટો જપ્ત કરી છે. 

ગઈકાલે 10 ઓક્ટોબરના રોજ પ્રાપ્ત માહિતી આધારે ક્રાઈમ બ્રાંચે બોડકદેવમાં સ્થિત ક્રિષ્ણા ઝેરોક્સ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાથી 108 જેટલી ડુપ્લીકેટ ટીકિટો જપ્ત કરી લીધી હતી. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સાથે જ ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેજ પણ કબ્જે કર્યા છે. 1 પેજ પર 3 ટિકિટની કલરની પ્રિન્ટ બનાવવામાં આવી હતી. મેચની ટિકિટ વેચાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે આ ટિકિટોને ઝડપી પાડી હતી. મહત્ત્વપૂર્ણ છે કે ઝેરોક્ષની દુકાનમાં 2000ના દરની બોગસ ટિકિટો બનાવવામાં આવી હતી.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિમમમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને પ્રશાસન સજ્જ બન્યુ છે. હુમલાની ધમકીઓને પગલે ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમની સુરક્ષા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ, રેપિડ એક્શન ફોર્સ, હોમગાર્ડ અને ગુજરાત પોલીસ સહિત વિવિધ એજન્સીઓના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા