એશિયન ગેમ્સ 2023: મેન્સ ક્રિકેટમાં ગોલ્ડ જીત્યા બાદ મેન્સ કબડ્ડીમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો

kabaddi-mens team

કબડ્ડીમાં ફાઇનલમાં ઇરાનને 33-29થી હરાવ્યું, જ્યારે ક્રિકેટમાં વરસાદના કારણે ફાઈનલ મેચ રદ થઈ હતી

ચીનમાં એશિયન ગેમ્સ રમાઈ રહી છે. ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સ 2023ના 14માં દિવસે જબરદસ્ત પ્રદર્શન બતાવ્યું છે. સાત્વિક- ચિરાગની જોડીએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતી ભારતેને બેડમિન્ટન ડબલ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતા. સાત્વિક અને ચિરાગની જોડીએ ભારતને 26મો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામે જીત મેળવી ક્રિકેટમાં ગોલ્ડ જીત્યો હતો. હવે ભારતીય મેન્સ કબડ્ડી ટીમે ફાઈનલમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ઈરાનને હરાવી દીધું છે. આ રીતે ભારતે સતત ત્રીજો ગોલ્ડ જીતીને હેટ્રિક લગાવી છે. ભારતે મેન્સ કબડ્ડી ઇવેન્ટમાં ઈરાનને 33-29થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જોકે, ભારત અને ઇરાન વચ્ચેની કબડ્ડી મેચ વિવાદમાં સપડાઇ હતી. જોકે, ફરી રમત શરૂ થઇ હતી અને ભારતે ફાઇનલમાં ઇરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારત અને ઇરાન વચ્ચેની કબડ્ડીની મેચમાં રેફરી ઘટનાને શાંત કરાવવાનો પ્રયાસ કરતા હતા પરંતુ કોઇ સાંભળવા માટે તૈયાર નહતું. રેફરીએ જ્યારે ઇરાનના પક્ષમાં નિર્ણય કર્યો તો ભારતીય ખેલાડી વિરોધમાં મેટ પર બેસી ગયા હતા. જ્યારે નિર્ણય પલટાયો ત્યારે ઇરાનના ખેલાડીઓએ વિરોધ શરૂ કર્યો હતો. મેચને આગામી આદેશ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે, ફરી મેચ શરૂ થઇ હતી અને ફાઇનલમાં ભારતે ઇરાનને હરાવ્યું હતું.

કબડ્ડીમાં ભારત અને ઇરાન વચ્ચે પોઇન્ટ માટે વિવાદ થયો હતો જેને કારણે રમતનએ અડધા કલાક માટે રોકવામાં આવી હતી. ભારતનો દાવો છે કે કેપ્ટન પવન સેહરાવાતે રેડ દરમિયાન ઇરાની ડિફેન્ડરને ટચ કરીને લોબીમાં ગયો છે. જ્યારે ઇરાનના ખેલાડી પણ તેની સાથે લોબીમાં ગયા છે, માટે ભારત 4 પોઇન્ટનો દાવો કરતું હતું, જેને કારણે રમતને રોકવામાં આવી હતી.

મેન્સ ક્રિકેટ કેટેગરીમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ માટે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં વરસાદ પડવાના કારણે મેચ રોકાઈ હતી પરંતુ વધુ પડતા વરસાદના કારણે આખરે મેચ રદ કરવામાં આવી હતી. ભારતે આ સાથે જ મેન્સ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ક્રિકેટમાં ગોલ્ડ સાથે ઈન્ડિયાના કુલ ગોલ્ડ મેડલની સંખ્યા 27 થઈ ગઈ છે.

અફઘાનિસ્તાન સામે મેચ દરમિયાન ઈન્ડિયન બોલરોએ સારી બોલિંગ કરી અફઘાનિ બેટર્સને પેવેલિયન ભેગા કર્યા હતાં, છઠ્ઠી વિકેટ માટે સારી પાર્ટનરશિપ થઈ રહી હતી પરંતુ વરસાદના કારણે મેચ રદ થઈ અને અફઘાનિસ્તાન ફરી બેટિંગ કરવા ઉતરી જ ન શક્યું. આખરે સમગ્ર ટૂર્નામેન્ટમાં સારા પ્રદર્શન અને આ મેચમાં પણ ભારતની પકડ જોતા ગોલ્ડ મેડલ ભારતના નામે થયું છે.

આ ઉપરાંત ભારતીય વુમન્સ હોકી ટીમે જાપાનને 2-1થી હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ચીન સામેની સેમિફાઈનલમાં શરમજનક હાર બાદ આ જીત ભારત માટે મનોબળ વધારનારી છે. આ સાથે જ ભારતની મેડલ ટેલી 104 પર પહોંચી ગઈ છે.