એશિયન ગેમ્સ 2023માં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ચીની તાઈપેનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

women kabaddi team

ફાઈનલ મેચમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ચીની તાઈપેઈ સામે જીત મેળવીને  ભારતનો 100 મો મેડલ જીત્યો

એશિયન ગેમ્સ 2023માં ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતે આ ગેમ્સમાં પ્રથમ વખત 100 મેડલ જીત્યા છે. આ ગેમ્સના 14માં દિવસે (શનિવારે) ભારતે મહિલા કબડ્ડીની ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇને 26-25થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ ASIAN GAMES 2022માં ભારતનાં કુલ 100 મેડલ થઈ ગયા છે. આકરા મુકાબલામાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ચાઈનીઝ તાઈપેઈને 26-25ના સ્કોરથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વિજય એશિયન ગેમ્સના ઇતિહાસમાં તેમનો ત્રીજો ગોલ્ડ મેડલ છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમે અગાઉ ગુઆંગઝુ 2010માં ગોલ્ડ મેળવ્યો હતો. તેઓએ ઇંચિયોન 2014માં તેમના ખિતાબ બચાવી લીધો હતો.

એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ 100મો મેડલ છે. ભારતે અત્યાર સુધીમાં 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 સિલ્વર મેડલ જીત્યા છે.

હાંગઝોઉના ઝિયાઓશાન ગુઆલી સ્પોર્ટ્સ સેન્ટર ખાતે હૃદયસ્પર્શી ફાઈનલ મેચમાં, ભારતીય મહિલા કબડ્ડી ટીમે એશિયન ગેમ્સ 2023માં સુવર્ણ ચંદ્રક મેળવીને ચીની તાઈપે સામે વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત અને ચાઈનીઝ તાઈપેઈએ અગાઉ ગ્રુપ સ્ટેજમાં 34-34 થી ડ્રો રમી હતી. આ વખતે એશિયન ગેમ્સમાં ભારતની મહિલાઓ ઝળકી છે અને એક પછી એક મેડલ ભારતને અપાવ્યા છે. અગાઉ ભારતની મહિલા ક્રિકેટ ટીમે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

જાપાનમાં યોજાનારી 2026 એશિયન ગેમ્સ માટેના કાર્યક્રમમાં મહિલા કબડ્ડીનો સમાવેશ, રમત માટે આકર્ષક ભવિષ્ય અને ટીમોને આંતરરાષ્ટ્રીય મંચ પર ચમકવાની વધુ તકોનું વચન આપે છે.