એશિયન ગેમ્સ: હોકીમાં ભારતે જાપાનને હરાવી 22મો ગોલ્ડ જીત્યો, પેરિસ ઓલિમ્પિક માટે કર્યુ ક્વૉલિફાય

hockey

મેન્સ હોકીમાં ભારતે રેકોર્ડ 16મી વખત મેડલ જીત્યો, ફાઇનલમાં જાપાનને 5-1થી હરાવ્યું

ભારતના ખેલાડીઓનું આ વખતે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતીય મેન્સ હોકી ટીમે આજે ફાઈનલમાં જાપાનને હરાવી ગોલ્ડ મેડલ જીતી લીધો છે. મેન્સ હોકીમાં ભારતે રેકોર્ડ 16મી વખત મેડલ જીત્યો છે. આ 16 મેડલમાંથી 4 ગોલ્ડ મેડલ છે.

ચીનમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રથમ મેચથી જ શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એશિયન ગેમ્સમાં મેન્સ હોકી ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારતે જાપાનને 5-1થી હરાવ્યું છે. એશિયન ગેમ્સની પ્રથમ મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને 16-0ના મોટા અંતરથી હરાવ્યું હતું. આ પછી સિંગાપોરને 16-1 અને બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું હતું. ભારતે ગ્રુપ રાઉન્ડમાં જ જાપાનને 4-2 અને પાકિસ્તાનને 10-2થી હરાવ્યું હતું. આ ગોલ્ડ સાથે ભારતીય હોકી ટીમ 2024માં પેરિસમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સ માટે પણ ક્વોલિફાય કર્યું છે.