24 કલાક ધમધમી રહેલા થલતેજ સ્મશાનગૃહમાં એકબાજુ અગ્નિદાહ માટે લાઈન, બીજીબાજુ એક જ એમ્બ્યુલન્સમાં બે મૃતદેહો લવાયા

ગાંધીનગરમાં 4 કોવિડ દર્દીના મૃતદેહો એક જ શબવાહિનીમાં લઈ જવાતાં હતા
ગાંધીનગરમાં 24 અને 25 નવેમ્બરે કોરોનાથી કોઈ દર્દીનું મૃત્યુ ન થયું હોવાનું સરકાર અને ગાંધીનગર જિલ્લા પંચાયતે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું પરંતુ બીજી તરફ કોરોનાથી મૃત્યુ પામેલા એકસાથે 4 દર્દીના મૃતદેહો એક જ શબવાહિનીમાં લઈ જવાતાં તંત્રનું જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું હતું. ગાંધીનગરના સેક્ટર-30ના મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે એક જ શબવાહિનીમાં 4 મૃતદેહ લવાતાં સિવિલ હૉસ્પિટલ તંત્ર મોતનો મલાજો પાળવાનું ચૂક્યું હોવાનો રોષ ફેલાયો હતો. જોકે, મૃત દર્દીઓના પરિવારજનોની સંમતિથી આ રીતે મૃતદેહ લઈ જવાયા હોવાનું સિવિલ તંત્ર અને ખુદ મૅયરે કહ્યું હતું. બીજી તરફ એક મૃતકના પુત્રે આવી કોઈ જ મંજૂરી ન લેવાઈ હોવાનું કહેતાં તંત્રનું વધુ એક જુઠ્ઠાણું પકડાયું છે.

4 મૃતદેહને ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાન ખાતે અંતિમસંસ્કાર માટે ખસેડાયા હતા.

4 મૃતદેહને ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાન ખાતે અંતિમસંસ્કાર માટે ખસેડાયા હતા.

નાયબ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યાં હતા
આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તપાસના આદેશો આપ્યા હતા. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશને સરગાસણ સ્થિત અંતિમધામમાં કોવિડના મૃતકોના અંતિમ સંસ્કાર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સિવિલ હૉસ્પિટલની એક જ શબવાહિનીમાં કોવિડના 4 મૃતદેહ લઈ જવા અંગે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના અધિક્ષક ડૉ. નિયતિબહેન લાખાણીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડના મૃતક દર્દીઓનાં સગાંની મંજૂરીથી લઈ જવામાં આવ્યા હતા.