ભારત માટે ગર્વની ક્ષણ: એશિયન ગેમ્સ 2023, નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ, કિશોર કુમાર જેનાએ સ્લિવર મેડલ જીત્યો

india-win-gold

નીરજે જેવલિન થ્રોમાં 88.88 મીટરના બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો, કિશોરે 87.54ના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો

ચીનના હાંગઝોઈ એશિયન ગેમ્સ માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આજે ભારતના નીરજ ચોપરાએ ફરી એકવાર ભાલા ફેંકમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તેમણે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. નીરજની સાથોસાથ કિશોર જેનાએ પણ સારું પરફોર્મ કર્યું છે. તેમણે પેરિસ ઓલમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. કિશોર બીજા નંબર પર રહ્યા. તેમને સિલ્વર મેડલ મળ્યું છે. એશિયન ગેમ્સ 2023ના 10મા દિવસે ભારતે પારુલ ચૌધરી અને અન્નૂ રાનીના ગોલ્ડ મેડલ સહિત કુલ 9 મેડલ જીત્યા હતા.

ઈતિહાસમાં પહેલીવાર થયું છે, જ્યારે જેવલિનમાં ભારતે એક સાથે આ બંને મેડલ જીત્યા હોય. નીરજનો બેસ્ટ થ્રો 88.88 મીટર અને કિશોરનો 87.54 મીટર રહ્યો. તેની સાથે જ અત્યાર સુધીમાં ભારતના ખાતામાં 18 ગોલ્ડ અને 31 સિલ્વર સહિત કુલ 81 મેડલ થઈ ગયા છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં 80 મેડલ જીતી લીધા છે. આ સાથે જ ભારતે છેલ્લી એશિયન ગેમ્સની આવૃત્તિમાં 70 મેડલનો રકોર્ડ તોડી દીધો છે.

નીરજે તેનો પહેલો થ્રો કર્યો ત્યારે અંતર માપવાના મશીનમાં સમસ્યા આવી હતી, જેના કારણે તે થ્રોને સત્તાવાર રીતે ફાઉલ જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી નીરજે ફરીથી 82.38 મીટરના બીજા થ્રો સાથે પ્રથમ પ્રયાસ કર્યો. નીરજે બીજા પ્રયાસમાં 84.49 મીટરનો થ્રો ફેંક્યો હતો. તેનો ત્રીજો પ્રયાસ ફાઉલ થયો હતો.
આ દરમિયાન કિશોરી જેનાએ ત્રીજા પ્રયાસમાં 86.77 મીટરનો થ્રો ફેંકીને નીરજને પાછળ છોડી દીધો હતો. જોકે, નીરજે તેના ચોથા પ્રયાસમાં 88.88 મીટર ભાલો ફેકીને લીડ મેળવી હતી. આ દરમિયાન નીરજ ચોપરા અને કિશોર જેના વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. કિશોર જેનાએ પણ પોતાની પૂરી તાકાત બતાવી અને ચોથા પ્રયાસમાં 87.54 મીટર ભાલો ફેક્યો હતો.

જ્યારે નીજર ચોપરા તેના પાંચમા પ્રયાસમાં માત્ર 80.80 મીટર જ ભાલો ફેંકી શક્યો હતો. જ્યારે તેનો છેલ્લો પ્રયાસ ફાઉલ થયો હતો. જોકે તેમ છતાં નીરજે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય કિશોર જેનાના પાંચમા અને છઠ્ઠા પ્રયાસમાં ફાઉલ થયા હતા પરંતુ તેમ છતાં તે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. નીરજ ચોપરા અને કિશોર જેના બાદ જાપાનના ડીન રોડરિક ગેન્કીએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.