જો તમારું સેવિંગ અકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં હોય તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પોસ્ટ ઓફિસે સેવિંગ અકાઉન્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ અંતર્ગત હવે તમારે 11 ડિસેમ્બર સુધીમાં પોસ્ટ ઓફિસ બચત ખાતાંમાં મિનિમમ 500 રૂપિયા બેલેન્સ રાખવું પડશે. જો 11 ડિસેમ્બર પહેલાં મિનિમમ બેલેન્સ ન રહ્યું તો ખાતાધારકોએ મેન્ટેનન્સ ચાર્જ ચૂકવવાનો રહેશે
નવો નિયમ શું છે?
પોસ્ટ ઓફિસની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર, હાલના નિયમ મુજબ જો નાણાકીય વર્ષના અંત સુધીમાં મિનિમમ 500 રૂપિયાની રકમ રાખવામાં નીં આવે તો નાણાકીય વર્ષના અંતિમ દિવસે ખાતાંમાંથી 100 રૂપિયા મેન્ટેનન્સ ફી કાપી લેવામાં આવે છે. જો ફી કાપ્યા બાદ અકાઉન્ટમાં બેલેન્સ ઝીરો થઈ જાય તો તે આપમેળે બંધ થઈ જશે.
4% વ્યાજ મળે છે
આ સેવિંગ અકાઉન્ટ હેઠળ તમને વાર્ષિક 4% લેખે વ્યાજ દર મળશે. 10,000 રૂપિયા સુધીનું વ્યાજ સંપૂર્ણ રીતે કરમુક્ત છે. આ ખાતાંમાં મિનિમમ બેલેન્સ ફક્ત 500 રૂપિયા જ રાખવાનું છે. બચત ખાતાંને કાર્યકારી સ્થિતિમાં રાખવા માટે 3 નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું 1 ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે.
ખાતું કોણ ખોલાવી શકે?
નાના બાળકોના નામે પણ આ ખાતું ખોલાવી શકાય છે. જો તમે 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના હો તો તમે તેને જાતે ઓપરેટ કરી શકો છો. 2 લોકો મળીને જોઇન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકે છે. તમે એક કરતાં વધુ અકાઉન્ટ્સ પણ ખોલાવી શકો છો.
પોસ્ટ ઓફિસના સેવિંગ અકાઉન્ટ પર તમામ સુવિધાઓ મળે છે
પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ પર ચેક/ATM સુવિધા, નોમિનેશન સુવિધા અને ઇન્ટ્રા-ઓનરેબલ નેટબેંકિંગ/મોબાઇલ બેંકિંગ સુવિધા સહિતની વિવિધ સુવિધાઓ આપે છે.