સિંધુભવન રોડ પર યુવતીને ક્રુરતાપુર્વક માર મારનાર સ્પાના માલિકની ધરપકડ

spa-news

વીડિયો માટે નીચે સ્ક્રોલ કરો ⬇️

યુવતીની વ્યથા : ‘લેડીઝ સલૂનને લઈ અમારી વચ્ચે લડાઈ થઈ’:‘તારા એ છોકરી સાથે શું સંબંધ છે કહેતા મોહસીન ગુસ્સે થઈ મને મારવા જ લાગ્યો’
ઘટના બાદ યુવતી
પોલીસ સ્ટેશન ગઈ હતી પણ “હાલ સાહેબ નથી, પછી આવજો” એવો જવાબ મળ્યાની ચર્ચા
વીડિયો વાયરલ થયા બાદ પોલીસે યુવતીને પોલીસ સ્ટેશનમાં બેસાડીને વીડિયો બનાવ્યો
હોવાની ચર્ચા

ગઈકાલે અમદાવાદ શહેરમાં સિંધુભવન વિસ્તારમાં સ્પામાં કામ કરતી એક મહિલાને જાહેરમાં વાળ પકડીને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાના વીડિયો સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ત્રણ દિવસ બાદ આરોપી સામે કાર્યવાહી શરૂ કરી હતી. આખરે હવે સ્પાના માલિક મોહસીનની પોલીસે ધરપકડ કરી લીધી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટના બાદ યુવતીએ અમદાવાદ શહેર પોલીસને 100 નંબર પર ફોન કરી મદદ માંગી હતી પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ ન હતી. યુવતી પોલીસ સ્ટેશન પહોંચી તો પોલીસે એવો જવાબ આપ્યો હતો કે, “હાલ સાહેબ નથી, પછી આવજો. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, આ યુવતીને ઘચનાની રાત્રે પોલીસે બંદોબસ્તના નામે તગેડી મુકી હતી. આખરે સમાચાર માધ્યમોમાં આ સમાચાર વહેતા થતાં પોલીસ ઊંઘમાંથી જાગી હતી અને આરોપી સ્પા માલિક સામે ફરિયાદ નોંધી હતી. આખરે હવે આરોપી મોહસીનની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી સામે આઇપીસી કલમ 354 (છેડતી) હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે ફરિયાદ નોંધાયા બાદ યુવતીનો એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં યુવતી કહી રહી છે કે, આરોપી યુવક મોહસીન હુસેન રંગરેજ બન્નેએ ભેગા મળી પાર્ટનરશીપમાં સ્પા ખોલ્યું હતું જેમાં પૈસાના વહીવટ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ બોલાચાલી ઉગ્ર થતા યુવકે યુવતીને વાળ પકડી ઢસડી ઢસડીને માર માર્યો હતો અને યુવતિનાં કપડાં પણ ફાડી નાખ્યા હતા. મામલો ઉગ્ર બનતા તેણે 100 નંબર પણ ડાયલ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે યુવતીનો સંપર્ક કરી ફરિયાદ કરવા માટે સમજાવી હતી. યુવતીએ પોલીસ અને મીડિયાનો પણ યુવતીએ આભાર માન્યો હતો”

યુવતિએ વિડીયો મારફતે જણાવ્યુ હતુ કે મેં અને મોહસીને પાર્ટનરશિપમાં એક લેડીઝ સલૂન ખોલ્યું હતું. જેને લઈને અમારી વચ્ચે લડાઈ થઈ હતી. 4-5 હજારનું નુકસાન થતા હું એક છોકરી પર ગુસ્સે થઈ હતી. આથી મોહસીનને ખૂબ ગુસ્સો આવ્યો અને કહ્યું કે, શું કામ છોકરી પર ગુસ્સે થઈ. આથી મેં એને પૂછ્યું કે, તારી એ છોકરી સાથે શું સંબંધ છે કે, તું આટલો બધો ગુસ્સો કરે છે. પરંતુ તે સીધો મને મારવા લાગ્યો હતો. આથી મેં તેને કહ્યું કે, મારા પર હાથ ન ચલાવ, મારીશ નહીં, શાંતિથી વાત કરીએ. પરંતુ તે મને મારતો જ ગયો હતો, આથી મેં 100 નંબર પર ફોન કરવા માટે ડાયલ કર્યો તો તેણે મારી પાસેથી ફોન છીનવી લીધો હતો. યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, હું આજે પણ ફરિયાદ કરવા માગતી નહોતી, કોઈ એક્શન લેવા માગતી નથી. આ ઘટના બાદ તેણે મારી પાસે માફી માગી લીધી હતી. મેં તેને માફ પણ કરી દીધો હતો. પરંતુ બધાએ મને સમજાવી કે આજ તારી સાથે થયું, કાલે બીજા સાથે આવું થવું જોઈએ નહીં. બધાએ મને સપોર્ટ આપ્યો તો મેં ફરિયાદ કરી છે. હવે સારું પણ લાગે છે કારણ કે, કોઈ તો છે જે મારી મદદ કરે છે. સપોર્ટ કરવા માટે મારી પાછળ પોલીસ અને મીડિયા છે.

આ જાહેર કરેલ વિડીયો પોલીસની જ કેબિનમાં બનાવવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ઘટનાને મીડિયામાં જતી અટકાવવા અને પોલીસની ફરિયાદ બાબતે બેદરકારી છુપાવવા તથા વિવાદોથી બચવા આ વિડીયો બનાવવામાં આવ્યો છે. મોડી રાત્રે સ્પા જેવા ધંધાઓને મંજૂરી છે કે નહીં એ બાબતે પણ પોલીસ અધિકારીઓ જોડે સ્પષ્ટ જવાબ નથી. ત્યારે હવે પોલીસ દ્વારા છાવરવામાં આવતા ધંધા પર ક્યા સુધી આવી રહેમનજર ચાલતી રહેશે એ બાબતે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જો કે હાલ તો પોલીસે મોહસીનને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.